રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે વિવિધ વિસ્તાર અને સમાજના લોકો એકત્ર થઇ વિરાટ હિન્દુ સંમેલન તા.૨૨ ફેબ્રુઆરી રવિવાર દિવસે રામજીનગરના ગરબા ચોકમાં યોજાયું હતું. જેમાં વિવિધ સમાજના ૨૧ જેટલા દંપતિ ઓએ સત્યનારાયણ ભગવાની કથામાં ભાગ લીધો હતો. સંમેલનમાં વાદીલા હનુમાનધામ ખાતેથી વિવિધ સોસાયટીઓની બહેનો દ્વારા જ્વારા સાથે ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે નીકળીને કથા સ્થાને પહોંચી હતી. જેમાં બાળકોએ મહાપુરૂષોની વેશભૂષા ધારાણ કરીને લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમમાં વાદીલા હનુમાનના મહંતશ્રી સીતારામ બાપુએ લોકોને આશીર્વચન પાઠવ્યા હતા. નિવૃત આર્મીના પંચાસરાએ રાષ્ટ્ર માટે જીવવાનું આહવાન કર્યું હતું. સંઘના જીલ્લા કાર્યવાહ સુબાભાઈએ પંચપરિવર્તન દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટેની પ્રતિજ્ઞા લેવરાવી હતી. અંતે ઉપસ્થિત જનમેદનીએ ભાવવિભોર વાતાવરણમાં ભારતમાતાની આરતી કરી હતી.      

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર