રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા1 જૂન, 2025| Super Admin

ડીસામાં બનાસકાંઠા અને પાટણની ગૌશાળાઓના લાભાર્થે ભવ્ય લોકડાયરો "એક શામ ગૌમાતા કે નામ" યોજાયો

ડીસામાં બનાસકાંઠા અને પાટણની ગૌશાળાઓના લાભાર્થે ભવ્ય લોકડાયરો "એક શામ ગૌમાતા કે નામ" યોજાયો
કલાકાર કીર્તિદાન ગઢવીએ ભજનોની રમઝટ જમાવી; શનિવારે રાત્રે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ગૌશાળાઓના લાભાર્થે "એક શામ ગૌમાતા કે નામ" શીર્ષક હેઠળ એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મમય કાર્યક્રમમાં દિગંબર ૧૦૦૮ ખુશાલભરતી મહારાજે વિશેષ ઉપસ્થિતિ આપી હતી, જેનાથી કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ થઈ હતી. આ લોકડાયરામાં ગુજરાતના ખ્યાતનામ લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ મોડી રાત સુધી ભજનોની રમઝટ બોલાવી હતી, જેને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ગૌભક્તોએ મનભરીને માણી હતી. કિર્તીદાન ગઢવીના સૂરીલા અવાજ અને ભક્તિમય રજૂઆતે વાતાવરણને ભક્તિભાવથી તરબોળ કરી દીધું હતું. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગૌભક્તોએ ગૌમાતા પ્રત્યેની પોતાની શ્રદ્ધા દર્શાવતા ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી. આયોજક પી.એન.માળી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ડાયરા થકી એકત્ર થયેલી તમામ ધનરાશિ બનાસકાંઠા તેમજ પાટણની ગૌશાળાઓને ગૌમાતાના કલ્યાણ અને સંરક્ષણ અર્થે અર્પણ કરવામાં આવશે. પી.એન. માળી ફાઉન્ડેશનના આ પ્રશંસનીય પ્રયાસથી ગૌસંરક્ષણ અને ગૌશાળાઓના સંવર્ધનને વેગ મળશે, જે સાચા અર્થમાં ધર્મ અને સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણ સમાન છે. આ કાર્યક્રમ સમાજમાં ગૌભક્તિ અને દાનની ભાવનાને પ્રોત્સાહન આપવામાં સફળ રહ્યો હતો.

સંબંધિત સમાચાર