રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠામાં આવાસ યોજનામાં 53246 લાભાર્થીઓ નોંધાયા

બનાસકાંઠામાં આવાસ યોજનામાં 53246 લાભાર્થીઓ નોંધાયા
સરકાર દ્વારા જરૂરીયાતમંદ લોકોને ઘરનું ઘર મળે તે માટે ગામે ગામ સર્વેક્ષણ જિલ્લામાં દાંતામાં સૌથી વધુ જ્યારે સુઇગામમાં ઓછા લાભાર્થી નોંધાયા બનાસકાંઠા જિલ્લામા ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાત મંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા ગ્રામીણ કક્ષાએ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં 15 ફેબ્રુઆરી સુધીમાં 53246 લાભાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારો કે જેઓને ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા લાભાર્થી માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0  હેઠળ તેમને પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓનું સર્વેક્ષણ કરીને ઓન લાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે.જેમાં સરકાર દ્વારા આ સર્વેક્ષણમાં વધુમાં વધુ લોકોનું સર્વેક્ષણ થાય અને વધુમાં વધુ લાભાર્થીઓને લાભ લેવા માટે ગ્રામ વિકાસ એજન્સી નિયામક દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સર્વેક્ષણની કામગીરીમાં તાલુકા કક્ષાએથી નિયુક્ત કરેલ સર્વેયરો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 સર્વેની કામગીરી હાલમાં કાર્યરત છે બનાસકાંઠામાં કુલ 954 ગ્રામ પંચાયત છે. જ્યાં સર્વેની કામગીરી દરમિયાન 15 ફેબ્રુઆરી સુધી અમીરગઢમાં 3615,ભાભરમાં,1452, દાંતામાં 12315, દાંતીવાડામાં 1908, ડીસામાં 6731,દિયોદરમાં 2009,ધાનેરામાં 1557, કાંકરેજમાં 4403, લાખણીમાં 2425,પાલનપુરમાં 3370,સુઇગામમાં 1372,થરાદમાં 5219, વડગામમાં 3378 અને વાવમાં 3482 લાભાર્થીઓનો સર્વે કરાયો છે. દાંતા તાલુકામાં સૌથી વધુ 12315 લાભાર્થી નોંધાયા; બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વેમાં અત્યાર સુધીમાં 53246 લાભાર્થીઓનો સર્વે કરાયો છે જેમાં સૌથી વધુ દાંતા તાલુકામાં 12315 લાભાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર