રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડતા 48 પશુઓ ના મોત

સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડતા 48 પશુઓ ના મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારોમાં મેઘ મહેર રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ જ જિલ્લામાં 2 દિવસ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે મુળીમાં વીજળી પડતા 48 બકરાઓના મોત થયા હતા. સમગ્ર રાજયમાં જન્માષ્ટમીના તહેવારોમાં વરસાદની આગાહી હતી. મુળીમાં વરસાદ સાથે વીજળી પણ વેરણ બની હતી. અને વીજળી પડતા માલધારીઓના 48 બકરાના મોત થયા છે. બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ વરસાદ થાન પંથકમાં 99 મીમી એટલે કે, 4 ઈંચ જેટલો વરસ્યો છે. આ ઉપરાંત ચુડામાં 89 મીમી, દસાડામાં 67, લીંબડીમાં 63, ચોટીલામાં 35, સાયલામાં 44 મીમી વરસાદી પાણી પડયુ હતું. હજુ આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર