રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસ ડેરીની ચૂંટણીમાં વધુ 3 બેઠકો બિનહરીફ

બનાસ ડેરીની ચૂંટણીમાં વધુ 3 બેઠકો બિનહરીફ
પાંચ બેઠકો પર આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી કુલ 16 બેઠકો પૈકી 9 બિનહરીફ, 7 પર હજી 20 ઉમેદવારો બનાસ ડેરીની ચૂંટણીમાં ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયાના પ્રથમ દિવસે દાંતા, દાંતીવાડા, વાવ, દિયોદર અને લાખણી બેઠક પર આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા વાવ, દિયોદર અને લાખણી મળી વધુ ત્રણ બેઠકો બિનહરીફ થઇ છે. જોકે અત્યાર સુધીમાં કુલ 16 પૈકી 9 બેઠક બિનહરીફ થઇ છે. જ્યારે 7 બેઠક પર 20 ઉમેદવાર હજી મેદાનમાં છે. બનાસ ડેરીના નિયામક મંડળના 16 સભ્યોની ચુંટણીમાં પહેલા છ બેઠક બિન હરીફ થયા બાદ વાવ, દિયોદર અને લાખણી બેઠક પર એક-એક ઉમેદવારી પત્રો પરત ખેંચાતાં આ ત્રણ બેઠક બિનહરીફ થઇ છે. જોકે બુધવારે દાંતા બેઠક પર પાંચમાંથી બે ઉમેદવારે, દાંતીવાડામાં ત્રણમાંથી એક ઉમેદવારે, વાવમાં એક દિયોદરમાં એક અને લાખણીમાં એક મળી છ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા. જ્યારે પાલનપુરમાં બે, વડગામમાં સાત, દાંતામાં ત્રણ, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ અને સાંતલપુરમાં બે-બે મળી આ સાત બેઠકો પર 20 ઉમેદવાર હજી મેદાનમાં છે. ફોર્મ પરત ખેંચવાની મુદત 29 સપ્ટેમ્બર છે. તેથી હજી વધુ ફોર્મ પરત ખેંચાવાની શકયતા છે. તેથી ફરી બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ બનવા તરફ અગ્રેસર છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર