રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હત્યા, પોલીસે 32 વર્ષીય આરોપીની ધરપકડ કરી

કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હત્યા, પોલીસે 32 વર્ષીય આરોપીની ધરપકડ કરી

કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સીબીસી ન્યૂઝે એક પ્રેસ કોન્ફરન્સમાં એક્ટિંગ ડિટેક્ટીવ સાર્જન્ટ ડેરિલ રીડને ટાંકીને જણાવ્યું હતું કે હેમિલ્ટન પોલીસે મંગળવારે ઓન્ટારિયોના નાયગ્રા ફોલ્સથી 32 વર્ષીય આરોપી જર્ડેન ફોસ્ટરની ધરપકડ કરી હતી અને તેના પર હત્યા તેમજ હત્યાના પ્રયાસના ત્રણ ગુના દાખલ કર્યા હતા. હરસિમરત રંધાવા મોહૌક કોલેજમાં ફિઝીયોથેરાપીનો કોર્ષ કરી રહી હતી અને બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. 17 એપ્રિલના રોજ જ્યારે રંધાવા અપર જેમ્સ સ્ટ્રીટ અને સાઉથ બેન્ડ રોડના આંતરછેદ પર બસ સ્ટેન્ડ પાસે ઉભી હતી ત્યારે તેને ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ભારતીય વિદ્યાર્થી બસમાંથી ઉતર્યા પછી રસ્તો ક્રોસ કરવા માટે ઉભી હતી ત્યારે તેને ગોળી વાગી હતી. સીબીસી ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ચાર કારમાં ઓછામાં ઓછા સાત લોકો કોઈ વાતને લઈને ઝઘડો કરી રહ્યા હતા અને એક ગોળી હરસિમરતને વાગી હતી જે નજીકમાં ઉભેલી હતી. ગુરુવારે રીડને ટાંકીને તેણે કહ્યું હતું કે, "હરસિમરત સ્થાનિક જીમમાંથી ઘરે જઈ રહી હતી ત્યારે તેમને ગોળી વાગી હતી અને તેમનું મૃત્યુ થયું હતું." આ કેસમાં અન્ય કોઈની ધરપકડ કરવામાં આવી નથી. રીડે કહ્યું, "તપાસ હજુ ચાલુ છે અને અમે આ કેસમાં સામેલ તમામ લોકોને ઓળખવા, ટ્રેસ કરવા અને ધરપકડ કરવા માટે તમામ પ્રયાસો કરીશું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર