રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાની ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટકાંડ માં સીટની તપાસનો રીપોર્ટની 15 દિવસની અવધિ પૂરી

ડીસાની ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટકાંડ માં સીટની તપાસનો રીપોર્ટની 15 દિવસની અવધિ પૂરી
બે ત્રણ દિવસમાં રિપોર્ટ સરકારને સોંપાય તેવી શક્યતાઓ બનાસકાંઠાના ડીસા માં 1એપ્રિલ ના રોજ હૈયું હચમચાવી નાખતી ઘટના બનવા પામી હતી. જેમાં ડીસાના જીઆઈડીસી નજીક આવેલા ઢૂવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૨૨ નિર્દોષ નિર્દોષ જિંદગીઓ હોમાઈ હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક બીજા દીવસે જ 2 એપ્રિલે ના રોજ  વિશેષ તપાસ ટીમ માટે (સીટ) ની રચના કરી હતી. જેમાં મહેસૂલ વિભાગના IAS સચિવ ભાવિન પંડ્યાને આ સીટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની સાથે નાયબ પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા, ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર એચ.પી. સંઘવી અને માર્ગ અને મકાન વિભાગના ઇજનેર જે. એ. ગાંધીનો પણ સીટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ સીટ દ્વારા આ સમગ્ર બ્લાસ્ટ કેશનો રિપોર્ટ પંદર દિવસમાં સરકારને સોંપવા પણ જણાવાયું હતું. જોકે સરકાર દ્વારા નિયુક્ત કરેલી સીટની રચનાને આજે 15 દિવસ નો સમય પૂર્ણ થયો છે. જોકે સીટની ટીમે 3જી એપ્રિલે ડીસામાં દુર્ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી. તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ સમગ્ર બ્લાસ્ટની ઘટના વિશે માહિતી પણ મેળવી હતી. આ સીટને તપાસ સોંપાયાને પંદર દિવસ નો સમય પૂર્ણ થઇ ચૂક્યા છે. હવે એવી શક્યતા છે કે સીટ ટૂંક સમયમાં પોતાની તપાસ પૂર્ણ કરીને તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે. તયારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સીટની આ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. તપાસનો રેલો  કેટલાક સરકારી અફસરો, ડીસા પાલિકાના કેટલાક કોર્પોરેટરો અને સ્થાનિક નેતાઓ સુધી પણ પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં, આ ભયાનક ઘટના બાદ મુખ્ય આરોપીઓને ફરાર થવામાં મદદ કરનારા કેટલાક લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેઓ પણ શકજામાં આવી શકે તેમ છે. ત્યારે હવે સૌની નજર રાજ્ય સરકાર પર છે કે સીટનો તપાસ રિપોર્ટ મળ્યા બાદ તેઓ આ મામલે શું કાર્યવાહી કરે છે. જો કે, ઘટનાના ૧૫ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સમગ્ર જિલ્લામાં અનેક પ્રકારની અટકળો અને શંકાઓ સેવાઈ રહી છે. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સીટના રિપોર્ટમાં શું ખુલાસા થાય છે અને સરકાર દ્વારા દોષિતો સામે ક્યારે અને કેવા પગલાં લેવામાં આવે છે.હાલ. અ એવું લાગી રહ્યું છે કે સીટ આગામી દિવસોમાં પોતાનો વિસ્તૃત તપાસ અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરી દેશે, અને બાદમાં આ ગંભીર ઘટનામાં નિર્દોષ 22 લોકોના મોત માટે કેટલા અન્ય દોશીતો સામે કાયદાનો ગાલિયો કસાય છે તે જોવું રહ્યું
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર