રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

યુપીમાં દુ:ખદ અકસ્માતોમાં 12 લોકોનાં મોત

યુપીમાં દુ:ખદ અકસ્માતોમાં 12 લોકોનાં મોત

યુપીમાં બે દુ:ખદ અકસ્માતો થયા છે. બંને અકસ્માતોમાં કુલ 12 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, સોમવારે લખીમપુર ખેરી જિલ્લામાં મેજિક વાન અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 8 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં બે અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, બહરાઇચમાં બીજો અકસ્માત થયો હતો. બહરાઇચના એસપી વિશ્વજીત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "અમને માહિતી મળી હતી કે એક કાર બહરાઇચ તરફ જઈ રહી હતી. બાજુના રસ્તા પરથી એક કમ્બાઈન હાર્વેસ્ટર તેની સાથે અથડાયું. 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 2 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સોમવારે સવારે લખીમપુર ખીરી જિલ્લાના ધૌરહરા વિસ્તારમાં એક મેજિક વાન અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં આઠ લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ધૌરહરા પોલીસ અધિક્ષક (CO) શમશેર બહાદુર સિંહે જણાવ્યું હતું કે આ અકસ્માત સિસૈયા-લખીમપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 730 પર થયો હતો. ઇસાનગર અને ધૌરહરા પોલીસ સ્ટેશન વિસ્તારની સરહદ પર આવેલા ઊંચગાંવ અને ભરેહતા ગામો વચ્ચે બંને વાહનો અથડાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, લખીમપુરથી સિસૈયા જઈ રહેલી મેજિક વાન સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર