દુકાનદારો 100 ટકા ઇકેવાયસીની માંગને લઈ હડતાળ પર; કેવાયસીની સો ટકા પૂર્ણ થાય તેવી માગ સહિત વિવિધ મુદે ઊંઝા તાલુકાની 58 અને મહેસાણા જિલ્લાની 672 મળી રાજ્યભરની 17 હજાર રેશનિંગની દુકાનોના દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે જેને લઈ વિતરણ વ્યવસ્થા હાલ પૂરતી ઠપ થઈ છે જેની અસર ઊંઝા શહેર સહિત તાલુકાની રેશનિંગની દુકાનો પર પડી છે હાલમાં દુકાનો બંધ જોવા મળી છે.
ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતગર્ત દર માસે એનએફએસએ અને બીપીએલ તેમજ અંત્યોદય કાર્ડ ધારકોને દર માસે નિર્ધારિત આવશ્યક ચીજ વસ્તુઓ રેશન શોપ ડીલરો મારફતે કરવામાં આવે છે. જોકે વર્તમાન ઇકેવાયસીની કામગીરી ચાલી રહી હોવા છતાં અગમ્ય કારણોસર જેની કેવાયસી થઈ નથી તેવા સભ્યોને મળવા પાત્ર અનાજનો જથ્થો તત્કાલિક બંધ કરી દેવામાં આવતા ગ્રાહકોનો ઉશ્કેરાટ ડીલરો પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. જેને લઈને રેશનિંગની દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે. આજે પણ દુકાનો બંધ જોવા મળી હતી. તેઓની વિવિધ માંગ છેકે કેવાયસી 100 ટકા પૂર્ણ થયા પછી એનું વાસ્તવિક અમલીકરણ કરવામાં આવે, દર માસે વિતરણમાં ઘટ થાય છે તે ઑનલાઇન મળવી જોઈએ. પ્રતિ ક્વિન્ટલ 300 કમિશન મળવું જોઈએ સહિતની માગણીઓ કરાઇ છે.
આ અંગે ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશનના મહામંત્રી અને મહેસાણા જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ શાહે જણાવ્યું હતું કે સરકારે ઈકેવાયસી ને લઈ રેશનકાર્ડ ધારકોનો જથ્થો કાપ્યો છે તેમજ દુકાનદારોના કમિશનમાં ઘટાડો કર્યો છે. જેથી કેવાયસીનું કામ 100 ટકા પૂર્ણ થાય તે બાદ હડતાળ સમેટીશુ. અનાજનો જથ્થો કપાતા કાર્ડધારકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થાય છે.

