ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમો વચ્ચે 2025 ODI વર્લ્ડ કપના લીગ તબક્કાની 13મી મેચ વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે મજબૂત શરૂઆત આપી, પ્રથમ વિકેટ માટે 155 રનની ભાગીદારી કરી. આ બંનેના ગયા પછી, વિકેટો ઝડપથી પડી ગઈ. ભારતનો દાવ 48.5 ઓવરમાં 330 રનમાં સમેટાઈ ગયો. ટીમ ઈન્ડિયા માટે સ્મૃતિ મંધાનાએ 80 રન અને પ્રતિકા રાવલે 75 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાની બોલિંગ પ્રભાવશાળી રહી, જેમાં એનાબેલ સધરલેન્ડે પાંચ વિકેટ લીધી, જ્યારે સોફી મોલિનેક્સે ત્રણ વિકેટ લીધી.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ: એલિસા હીલી (વિકેટકીપર/કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, બેથ મૂની, એનાબેલ સધરલેન્ડ, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, સોફી મોલિનેક્સ, કિમ ગાર્થ, અલાના કિંગ, મેગન સ્કટ
ભારતીય મહિલા ટીમઃ પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, શ્રી ચરાણી.

