રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના ગાયત્રી મંદિર પાસે કંસ્ટ્રક્શન સાઈટ ઉપર ખોદકામ સમયે દિવાલ ધસી પડતા મહિલાનું મોત

ડીસાના ગાયત્રી મંદિર પાસે કંસ્ટ્રક્શન સાઈટ ઉપર ખોદકામ સમયે દિવાલ ધસી પડતા મહિલાનું મોત

ડીસાના ગાયત્રી મંદિર પાસે એક કંસ્ટ્રક્શન સાઈટ ઉપર જેસીબી દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન દિવાલ ધસી પડતા બાજુના રોડ પર પસાર થઇ રહેલ એક મહિલા દિવાલ નીચે દબાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. જયારે તેની સાથે બે બાળકીનો બચાવ થયો હતો. તે મંદિરની પાસે ચાલી રહી હતી ત્યારે અચાનક જર્જરિત દિવાલ ધસી પડતાં તના કાટમાળ નીચે દટાઈ જતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મંદિરની આસપાસ ઘણી જર્જરિત દિવાલો આવેલી છે, જેના કારણે અવારનવાર ભય રહેતો હતો. તંત્ર દ્વારા આ દિવાલોની યોગ્ય મરામત કરવામાં આવી હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ જર્જરિત બાંધકામોની સલામતી અંગે સવાલ ઉભા કર્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર