રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના સિદ્ધિ સરોવરમાં જાળમાંથી જળચરોને જીવદયા પ્રેમીઓએ મુક્ત કર્યા

પાટણના સિદ્ધિ સરોવરમાં જાળમાંથી જળચરોને જીવદયા પ્રેમીઓએ મુક્ત કર્યા

સેવાભાવી યુવાનોએ આ ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સામે કાર્યવાહીની ઉગ્ર માગ કરી

પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં ગેરકાયદેસર રીતે બિછાવેલી માછલી પકડવાની જાળને સ્થાનિક સેવાભાવી યુવાનોએ હટાવી દીધી છે. આ ઘટનાને પગલે સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમણે તંત્ર સમક્ષ માગ કરી છે કે, ઐતિહાસિક સરોવરની પવિત્રતા અને જળચર જીવોની સુરક્ષા માટે નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે. તેમજ જાહેર જળાશયમાં જાળ નાખનારા અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવે.

આ ગાઉ પણ સિદ્ધિ સરોવરમાં કેટલાક શખ્સો દ્વારા જાળ નાખી જળચર જીવોને પકડવાની કોશિશ કરાઈ હતી, પરંતુ જીવદયા પ્રેમીઓને જાણ થતાં તેમને બચાવી લેવાયા હતા. આજે ફરી જાળ નાખવામાં આવી હતી, જેમાં એક કાચબો ફસાતા તેનું મોત થયું હતું, જોકે અન્ય જળચર જીવોને બચાવી લેવાયા હતા.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર