રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રમતગમત26 મે, 2026| Super Admin

અર્શદીપ સિંહે કેમ ડિલીટ કરી ૨૦૦ ઇન્સ્ટા પોસ્ટ? ટ્રોલિંગથી પરેશાન કે BCCI ની ગાઇડલાઇનનું દબાણ

અર્શદીપ સિંહે કેમ ડિલીટ કરી ૨૦૦ ઇન્સ્ટા પોસ્ટ? ટ્રોલિંગથી પરેશાન કે BCCI ની ગાઇડલાઇનનું દબાણ

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી પંજાબ કિંગ્સ સત્તાવાર રીતે બહાર થઈ ગયા બાદ ટીમના મુખ્ય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સોશિયલ મીડિયા પર લીધેલા એક આંચકાજનક પગલાથી ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે. અર્શદીપે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ૨૦૦થી વધુ પોસ્ટ્સ એકાએક ડિલીટ કરી દીધી છે. એટલું જ નહીં, તેણે પોતાનો પ્રોફાઇલ ફોટો પણ બદલી નાખ્યો છે. પંજાબ લીગ સ્ટેજમાંથી બહાર ફેંકાઈ જતાં ચાહકો દ્વારા થઈ રહેલી ભારે ટ્રોલિંગને આનું કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે પોસ્ટ હટાવવાનું સત્તાવાર કારણ હજુ સામે આવ્યું નથી.

વિરાટ કોહલીવાળી વાઇરલ રીલ પણ હટાવી
અર્શદીપે જે પોસ્ટ્સ ડિલીટ કરી છે, તેમાં કિંગ વિરાટ કોહલી સાથેની તેની અત્યંત લોકપ્રિય અને વાઇરલ રીલ પણ સામેલ છે. આ વીડિયોમાં અર્શદીપે મજાકમાં કોહલીને કહ્યું હતું કે, "જો મોટો ટાર્ગેટ હોત તો તે (કોહલી) સતત ત્રીજી સેન્ચુરી લગાવી શક્યો હોત." આ મજેદાર વીડિયોને સોશિયલ મીડિયા પર ૧.૫ કરોડ (15 Million) થી વધુ વ્યૂઝ મળ્યા હતા, જેને હવે હટાવી દેવાયો છે.

બે મોટા વિવાદો બન્યા કારણ?
ક્રિકેટ વિશ્લેષકોના મતે તાજેતરમાં અર્શદીપના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી પોસ્ટ થયેલા બે વીડિયો પર મોટો વિવાદ થયો હતો:

ચહલનો વેપિંગ વિવાદ: અર્શદીપના એક લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ બેકગ્રાઉન્ડમાં ઇ-સિગારેટ (વેપિંગ) પીતો કેમેરામાં કેદ થઈ ગયો હતો.

તિલક વર્મા પર ટિપ્પણી: અર્શદીપે સાથી ખેલાડી તિલક વર્માને મજાકમાં ‘અંધેરો’ કહ્યો હતો, જેના પર પૂર્વ ભારતીય સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણને આકરી પ્રતિક્રિયા આપીને તેને જાતિવાદી ટિપ્પણી ગણાવી વિવાદ ઊભો કર્યો હતો.

BCCI ની કડક સોશિયલ મીડિયા ગાઇડલાઇન
આ વિવાદો વચ્ચે તાજેતરમાં જ ન્યૂઝ એજન્સી PTI એ દાવો કર્યો હતો કે, પંજાબ કિંગ્સના ખેલાડીઓ સંબંધિત વીડિયો હવે માત્ર ફ્રેન્ચાઇઝીના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જ પોસ્ટ કરી શકાશે. ટીમ મેનેજમેન્ટ દ્વારા ખેલાડીઓને બીસીસીઆઈ (BCCI) ની સોશિયલ મીડિયા ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાના આદેશો આપવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે પણ અર્શદીપે આ ક્લીન-અપ ડ્રાઇવ ચલાવી હોઈ શકે છે.

સીઝનમાં ફ્લોપ રહ્યો અર્શદીપ
ચાલુ આઈપીએલ સીઝનમાં અર્શદીપ સિંહ ધાર્યું પ્રદર્શન કરી શક્યો નથી. તે ૧૪ મેચોમાં માત્ર ૧૪ વિકેટ જ ઝડપી શક્યો હતો અને આ દરમિયાન તેણે ૧૦ થી વધુની મોંઘી ઇકોનોમી રેટથી રન લુટાવ્યા હતા. બોલિંગમાં નબળા પ્રદર્શનના કારણે પંજાબ કિંગ્સ પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકી ન હતી અને પોઇન્ટ ટેબલમાં પાછળ રહી ગઈ હતી.

સંબંધિત સમાચાર