રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
સાયન્સ & ટેકનોલોજી25 જૂન, 2026| Super Admin

સ્માર્ટફોન છોડી લોકો કેમ ખરીદી રહ્યા છે કીપેડ ફોન? જાણો શું છે 'ડિજિટલ થાક' અને ઓફ-ગ્રિડ હોલિડે

સ્માર્ટફોન છોડી લોકો કેમ ખરીદી રહ્યા છે કીપેડ ફોન? જાણો શું છે 'ડિજિટલ થાક' અને ઓફ-ગ્રિડ હોલિડે

એક સમય હતો જ્યારે યુવા પેઢીમાં મોંઘા સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર ચોવીસ કલાક એક્ટિવ રહેવાની એક હોડ જામી હતી. પરંતુ શું તમે જાણો છો કે હવે આ ચિત્ર તદ્દન બદલાઈ રહ્યું છે? જી હા, સતત સ્ક્રીન સામે રહેવાથી અને ઓનલાઈન રહેવાના કારણે હવે લોકોમાં 'ડિજિટલ થાક' એટલે કે 'ડિજિટલ ફેટીગ' ખૂબ જ વધી રહ્યો છે. અને આ જ થાકથી બચવા માટે હવે લોકો મોબાઇલ-લેપટોપ છોડીને પ્રકૃતિના ખોળે શાંતિ શોધવા ‘ઓફ-ગ્રિડ હોલિડે’ તરફ વળી રહ્યા છે.

ભારત અને અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં થયેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નવી પેઢી સતત આવતા નોટિફિકેશન અને સોશિયલ મીડિયાના પ્રેશરથી બચવા માટે ‘ડિજિટલ મિનિમલિઝમ’ અપનાવી રહી છે. લોકો હવે ૨૦૦૦ના દાયકાના જૂના કીપેડવાળા ફીચર ફોન કે ફ્લિપ ફોનનો ઉપયોગ કરવા લાગ્યા છે, એટલું જ નહીં પણ મ્યુઝિક માટે જૂની સીડી અને વિનાઇલ રેકોર્ડ પ્લેયર ખરીદી રહ્યા છે. અનેક મોટા બોલિવૂડ અને હોલીવુડ સેલેબ્સ પણ હવે સમયાંતરે ડિજિટલ ડિટોક્સ લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી રહ્યા છે.

આ ગંભીર મુદ્દાને જોતાં સરકારે પણ હવે પગલાં લેવાનું શરૂ કર્યું છે. કર્ણાટક સરકારે વિદ્યાર્થીઓ માટે મનોરંજન સંબંધિત સ્ક્રીન ટાઈમ દરરોજ માત્ર એક કલાક સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે ચંદીગઢમાં 'સન્ડે અનપ્લગ ટુ રિકનેક્ટ' અભિયાન શરૂ કરાયું છે જેથી રવિવારે લોકો સ્માર્ટફોનથી દૂર રહી શકે. 

સંબંધિત સમાચાર