રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | દાંતીવાડા

દાંતીવાડા ડેમમાંથી છોડાયેલું પાણી રાણપુર ઉગમણાવાસ સુધી પહોંચ્યું

દાંતીવાડા ડેમમાંથી છોડાયેલું પાણી રાણપુર ઉગમણાવાસ સુધી પહોંચ્યું
ઉપરવાસમાંથી પાણીનો ઘટાડો નોંધાતા ડેમમાંથી ૯૫૨ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આવતીકાલ સુધી ડીસા બનાસ પુલ સુધી પહોંચવાની શક્યતાઓ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ ચાલુ વર્ષે ૯૫ ટકા ભરાતા ગત ગુરૂવાર ની સાંજે ૨ દરવાજા ૦.૦૩ ફૂટ ખોલી ૧૯૧૦ ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લઇ જિલ્લા વાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો દાંતીવાડા ડેમમાંથી છોડાયેલું બનાસ નદીનું પાણી છેલ્લા સમાચાર મળ્યા મુજબ ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસની નદી સુધી પહોંચ્યું છે.  અને ધીરે ધીરે પાણી આગળ વહેતું થઈ રહ્યું છે બનાસ નદીમાં વિઝ ધારકો દ્વારા પાડેલા મસ મોટા ખાડાઓ ના કારણે ધીમા પ્રવાહ એ બનાસ નદીનું પાણી વહી છે. જોકે દાંતીવાડા ડેમના ઉપરવાસમાં પણ પાણીની આવકમાં ઘટાડો નોંધાતા ગઈકાલે સાંજે ૧૯૧૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તેમાં પણ ઘટાડો કરતા અત્યારે દાંતીવાડા ડેમમાંથી ૯૫૨ કયુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે સતત બનાસ નદીમાંથી પાણી છોડવામાં આવશે તો ડીસા નજીક પણ આવતીકાલ સુધી પહોંચવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ ડીસા બનાસ પુલ નજીક પણ મોટા ખાડાઓ રહેલા છે જેથી ધીમી ગતિએ પાણી આગળ વધતું રહેશે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર