રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમા હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે વિરોધ પ્રદર્શિત કરાયો

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમા હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે વિરોધ પ્રદર્શિત કરાયો
બાંગલાદેશ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પૂતળા દહન કરી રોષ વ્યક્ત કર્યો બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે મંગળવારે પાટણના સિધ્ધપુર ચારરસ્તા પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો, કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રોષ વ્યક્ત કરી બાંગ્લાદેશનું પુતળા દહન કરી સરકાર પાસે ઉગ્ર માંગ કરી હતી. જો સરકાર દ્વારા બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર થતાં અત્યાચાર રોકવા કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર અને જલદ આંદોલન સાથે ના કાર્યક્રમ આપવામાં આવશે. અને આ આંદોલન દરમિયાન કોઈ અધટિત ધટના સજૉશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી બાંગ્લાદેશ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. પાટણના સિધ્ધપુર ચાર રસ્તા નજીક આયોજિત કરવામાં આ કાર્યક્રમમાં પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર