રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય17 માર્ચ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગમાં ત્રાટકેલા ચક્રવાત અને વાવાઝોડાને કારણે અનેક મકાનો અને શાળાઓમાં નુકસાન

અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગમાં ત્રાટકેલા ચક્રવાત અને વાવાઝોડાને કારણે અનેક મકાનો અને શાળાઓમાં નુકસાન

(જી.એન.એસ) તા. 17

પિતમોંટ,

અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગમાં વાવાઝોડાએ ભારે નુકસાન વેર્યુ છે. જેના કારણે મૃતકોનો આંકળો 36 ને પાર થઈ ગયો છે સાથેજ શાળા તથા કોલેજોને પણ નુકસાન થયુ છે. આ નુકસાનના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. માર્ગો પર વૃક્ષો અને મકાન ધરાશાયી થતાં વાહન ચાલકો અટવાયા છે. વાહનો ખોરવાતા સ્થાનિકો વિવિધ સ્થળોએ ફસાયા છે. આ વાવાઝોડાના નુકસાનને પહોંચી વળવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે તમામ મદદ પુરી પાડવા આદેશ આપ્યા છે.

આ વાવાઝોડાથી મોટાભાગના દક્ષિણ-પૂર્વ રાજ્યો પ્રભાવિત થયા છે. લોકોના ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. દૂર દૂર સુધી ફેલાયેલા વૃક્ષો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. લોકોની ગાડીઓ નાશ પામી છે. અમેરિકામાં આવેલી આ કુદરતી આફત એટલી ખતરનાક છે કે લોકો હજુ પણ તેના દ્રશ્યોથી ડરે છે. શુક્રવારે આવેલા આ ચક્રવાતની સૌથી વધુ અસર મિઝોરીમાં અનુભવાઈ હતી. અહીં અત્યાર સુધીમાં કુલ 12 લોકોના મોત થયા છે. મિઝોરીમાં, ગવર્નર માઇકે ચિંતાજનક રીતે કહ્યું કે આપણા રાજ્યમાં વિનાશનું સ્તર આશ્ચર્યજનક છે. ટેક્સાસ અને કેન્સાસમાં પણ ધૂળના તોફાનોએ ભારે તબાહી મચાવી હતી. આ પવન એટલો જોરદાર હતો કે ત્યાં પાર્ક કરેલા વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા, જેના કારણે તે સમયે મુસાફરી કરી રહેલા કેટલાક લોકો મૃત્યુ પામ્યા અને અન્ય ઘાયલ થયા. આ પવનને કારણે ઓક્લાહોમાના જંગલોમાં આગ લાગી. આ એક એવો વિસ્તાર છે જ્યાં 10 કરોડથી વધુ લોકો રહે છે. આ વાવાઝોડાને કારણે અરકાનસાસ, અલાબામા અને મિસિસિપીમાં પણ મૃત્યુના અહેવાલો આવ્યા છે.

જો કે, દક્ષિણ અમેરિકાના મોટાભાગના ભાગોમાં હવામાન હજુ પણ સુધરવાની શક્યતા નથી. ટેક્સાસ, લુઇસિયાના, અલાબામા, અરકાનસાસ, ટેનેસી, મિસિસિપી, જ્યોર્જિયા, કેન્ટુકી અને ઉત્તર કેરોલિનાના મોટાભાગના ભાગોમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. ખરાબ હવામાન અને મોટા પાયે થયેલા વિનાશને કારણે અહીં વીજળીના થાંભલા ઉખડી ગયા છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. ઘણા લોકોના આખા ઘર નાશ પામ્યા છે. શાળાના મકાનો ધરાશાયી થઈ ગયા છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અહીં 3,20,000 થી વધુ લોકોને વીજળી વિના કામ કરવું પડી રહ્યુ છે. અરકાનસાસ, જ્યોર્જિયા અને ઓક્લાહોમામાં કટોકટી જાહેર કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર