રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને વ્યાપક નુકશાન

ડીસામાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને વ્યાપક નુકશાન

બનાસકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શક્કર ટેટી, તરબૂચ અને બાજરીના પાકને લાખો રૂપિયાનું નુકશાન થતાં ખેડૂતો બેહાલ બન્યા છે.ત્યારે નુકશાનના વળતર પેટે સરકાર દ્વારા કોઇ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ઉનાળુ સીઝનમાં ખેડૂતો શક્કર ટેટી અને તરબૂચનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરે છે. ખાદ્યાન્ન બાજરીનું પણ વાવેતર ખેડૂતો કરે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ ખાબકતાં ખેતીના પાકોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. જ્યારે શક્કર ટેટી અને તરબૂચના વેલાઓ તૂટી ગયા છે. જ્યારે બાજરીના પાકનો સોથ વળી ગયો છે. તેથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે ખેડૂતોને બીજી તરફ શક્કર ટેટી અને તરબૂચનો પાક આ વર્ષે માત્ર 70 ટકા મળ્યો છે. ખેડૂતો પર કુદરતી આફત આવી પડી છે. તેથી નુકશાનના વળતર પેટે સરકાર દ્વારા કોઇ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે. આ અંગે માલગઢના ખેડૂત વિજયકુમાર ગોવિંદજી ગેલોતે જણાવ્યું હતું કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં બાજરી સહિત શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો કરેલ છે. પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઇ છે. ત્યારે નુકશાનના વળતર પેટે સરકાર કોઇ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર