બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો અને વેપારી ભાઈઓ માટે હવામાન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી એક ખૂબ જ મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા દ્વારા હાઈ એલર્ટ જાહેર કરી સાવચેતીના પગલાં લેવા કડક સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા ૩૦ મે થી ૩૧ મે ૨૦૨૬ સુધી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ એટલે કે APMC અને તેના પેટા કેન્દ્રોને તાકીદ કરવામાં આવી છે કે, ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ અને અનાજની બોરીઓ વરસાદી પાણીથી પલળી ન જાય તે માટે તાત્કાલિક શેડ અથવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત ડિઝાસ્ટર શાખા દ્વારા ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે, માર્કેટ યાર્ડમાં અનાજ લાવતી વખતે કે પરિવહન દરમિયાન પાક સુરક્ષિત રહે તેની કાળજી રાખે. જો કોઈ પાક ખેતરમાં કાપેલો પડ્યો હોય, તો તેને તાત્કાલિક તાડપત્રીથી ઢાંકી દેવા અપીલ કરાઈ છે.
બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી, કલેક્ટર તંત્ર દ્વારા APMC અને ખેડૂતોને એલર્ટ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના ઝાબડીયામાં SMCના દરોડા: 60 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ ઝડપાયા, સ્થાનિક પોલીસ શંકાના ઘેરામાં
5 કલાક પહેલા
બનાસકાંઠાઅમીરગઢ ચેકડેમ ઓવરફ્લો: સ્થાનિકોમાં આનંદોત્સવ
7 કલાક પહેલા
બનાસકાંઠામાનપુર પાસે નેશનલ હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલ્ટાયું: તેલ લૂંટવા ગ્રામજનોની પડાપડી
7 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજના કસરા ગામે ખેડૂતની ચોરાયેલી મોટર સાથે બે આરોપી ઝડપાયા
7 કલાક પહેલા
