રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા1 જૂન, 2026| Super Admin

ઊંઝા માર્કેટ યાર્ડ: ઇસબગુલ દાણા પર GST માંથી મુક્તિ મળતાં વેપારીઓમાં રાહત

ઊંઝા માર્કેટ યાર્ડ: ઇસબગુલ દાણા પર GST માંથી મુક્તિ મળતાં વેપારીઓમાં રાહત

ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન દ્રારા ઊંઝા એપીએમસી ચેરમેન તેમજ નાણામંત્રી મુખ્યમંત્રી સહિતનો આભાર માન્યો 

ઊંઝા ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, તથા GST વિભાગના તમામ અધિકારી સહિત APMC ઊંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. ઇસબગુલ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. એડવાન્સ રૂલિંગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઇસબગુલ દાણા GSTમાંથી મુક્ત (Exempted) છે. આ ઐતિહાસિક નિર્ણયથી સમગ્ર ઇસબગુલ ઉદ્યોગ, ખેડૂતો, વેપારીઓ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિતધારકોને મોટો આર્થિક લાભ થશે. આ સફળતા બદલ ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન (IPA) તરફથી APMC ઊંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને સન્માન પત્ર પાઠવ્યું છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઇસબગુલ દાણા પર GST લાગુ પડે છે કે નહીં તે અંગેની કાયદાકીય સ્પષ્ટતા મેળવવા માટે ‘એડવાન્સ રૂલિંગ’ની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 

આ જટિલ પ્રક્રિયા દરમિયાન APMC ઊંઝાના ચેરમેન  દિનેશભાઈ પટેલે વ્યક્તિગત રસ દાખવીને અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, વિવિધ સ્તરે સંકલન સાધ્યું હતું અને પૂરતો સહયોગ આપ્યો હતો. તેમના આ પ્રેરણાદાયી પ્રયાસો અને મજબૂત પીઠબળ વિના આ હકારાત્મક પરિણામ મેળવવું શક્ય નહોતું. દિનેશભાઈ પટેલની ખેડૂતો અને કૃષિ આધારિત વેપારના હિતો પ્રત્યેની પ્રતિબદ્ધતાને એસોસિએશને બિરદાવી છે. આ નિર્ણયથી આગામી સમયમાં ઇસબગુલના વેપારને નવું બળ મળશે. ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન અને સમગ્ર ઉદ્યોગ જગતે ભવિષ્યમાં પણ તેમનું આવું જ માર્ગદર્શન અને સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

સંબંધિત સમાચાર