રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા25 ફેબ્રુઆરી, 2025| Super Admin

મંદિર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણને વધુ સુદ્દઢ બનાવવા યાત્રાધામ અંબાજી ખાતે તાલીમનું આયોજન કરાયું

મંદિર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણને વધુ સુદ્દઢ બનાવવા યાત્રાધામ અંબાજી ખાતે તાલીમનું આયોજન કરાયું
કર્મચારીઓ માટે ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક દિવસીય તાલીમનું કરાયું આયોજન યાત્રાધામ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબાના દર્શેને પધારતા હોય છે. વિવિધ ઉત્સવો, જાહેર રજાઓ તથા શનિ- રવિના દિવસોએ ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે. અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ મંદિર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણને સુદ્દઢ બનાવવા ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉપક્રમે કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોફેસર ડો. સંદીપ પાંડે દ્વારા ઉપસ્થિતોને વિવિધ પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. નિલેશ દુબે દ્વારા અન્ય યાત્રાધામોની વિગતો રજૂ કરી પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું તથા અગાઉ બનેલ ઘટનાઓ વિશે વિસ્તૃત માહિતી અને મૂલ્યાંકન રજૂ કરાયું હતું. આ તકે માસ્ટર ટ્રેનર જયેશ વાગડા દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટની તાલીમ વિવિધ પદ્ધતિઓ મારફત આપવામાં આવી હતી. ક્રાઉડ મેનેજમેન્ટની વિવિધ પદ્ધતિઓ દ્વારા મંદિરના સ્ટેક હોલ્ડરોને જાગૃત કરાયા હતા. GIDM દ્વારા આ તાલીમ થકી પધ્ધતિસર ક્રાઉડ મેનેજમેન્ટ કરવા વિવિધ પાસાઓને રજૂ કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા વિશેષ અનુરોધ કરાયો હતો.

સંબંધિત સમાચાર