રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 ડિસેમ્બર, 2025| Super Admin

પાંથાવાડા-ધનિયાવાડા માર્ગની બિસ્માર હાલતથી વેપારીઓ અને રાહદારીઓ પરેશાન

પાંથાવાડા-ધનિયાવાડા માર્ગની બિસ્માર હાલતથી વેપારીઓ અને રાહદારીઓ પરેશાન
બે વર્ષથી સમારકામ અધૂરું, મોટા ખાડાઓથી અકસ્માતનો ભય પાંથાવાડા થી ધનિયાવાડા તરફ જતાં માર્ગની હાલત છેલ્લા બે વર્ષથી ખરાબ બની રહી છે. માર્ગ પર મોટા મોટા ખાડા પડતા રોજિંદા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જ્યારે માર્ગકાંઠાના વેપારીઓ સતત ધૂળ અને ડમરીઓના ત્રાસથી પરેશાન બની ગયા છે.સ્થાનિક વેપારી સુરેશ ચૌધરીએ ભાસ્કર પ્રતિનિધિને જણાવ્યું કે, "રોડની બાજુમાં આવેલી અમારી દુકાનોમાં સતત ધૂળ ભરાઈ જાય છે. સમગ્ર દિવસ ડમરીઓ ઉડીને દુકાનો સુધી આવી પહોંચે છે, જેના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલી પડે છે અને ધંધો અસરગ્રસ્ત થાય છે." આર એન્ડ બી પંચાયત હસ્તક આવેલા આ માર્ગ પર મેટલ નાખવામાં આવ્યું હોવા છતાં પણ બે વર્ષથી સમારકામ પૂર્ણ થતું ન હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે ધાનેરા આર એન્ડ બી વિભાગનાં એસ.ઓ. સિરાજભાઈ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, "હાલ દાંતીવાડા નજીકના જેગોલ ખાતે રસ્તાનું કામ ચાલી રહ્યું છે. તે પૂર્ણ થતાં જ ધનિયાવાડા માર્ગનું કામ હાથ ધરવામાં આવશે."તે જ સમયે સ્થાનિક વેપારી ચેતન પ્રજાપતિએ જણાવ્યું કે, "રોજ ઉડતી ધૂળ અને રસ્તાની ખરાબ હાલતને કારણે અમે વેપારીઓ ખુબ મુશ્કેલીમાં છીએ.  અને અમને ધંધો ચલાવવામાં ભારે અડચણ પડે છે. જેથી તંત્ર તાત્કાલિક માર્ગનું સમારકામ કરે તેવી અમારી વિનંતી છે."    
ટેગ્સ:#Panthwada#Dhaniyawada

સંબંધિત સમાચાર