રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરના ખરોડિયા પાસે એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત

પાલનપુરના ખરોડિયા પાસે એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત

અકસ્માતમાં ત્રણના મોત: પાંચ ઇજાગ્રસ્ત

પાલનપુર તાલુકાના ખરોડિયા ચોકડી નજીક બુધવારે એસ.ટી.બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડગામ તરફથી આવી રહેલી રિક્ષાને એસ.ટી. બસ સાથે અકસ્માત નડતાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ મુસાફરોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. બનાવ બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર