રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 જૂન, 2026| Super Admin

નાની આખોલ ગામે ત્રિદિવસીય હનુમાનદાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

નાની આખોલ ગામે ત્રિદિવસીય હનુમાનદાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ત્રિ-દિવસીય મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમોની ભરમાર, ગામમાં ભક્તિમય માહોલ છવાયો

ડીસા તાલુકાના નાની આખોલ ગામે ગત 16 થી આગામી 18 જૂન દરમિયાન શ્રી હનુમાનદાદા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામના ધર્મપ્રેમી પરિવારો અને યુવાશક્તિના સહયોગથી આયોજિત આ ત્રિ-દિવસીય મહોત્સવમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમોની ભરમાર જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નાની આખોલ ગામની પવિત્ર ધરા પર શ્રી હનુમાનદાદાના નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને પૂજ્ય સંત-મહંતોના આશીર્વાદથી યોજાનારા આ મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 જેમાં પ્રથમ દિવસે દિપ પ્રાગટ્ય, પ્રાયશ્ચિત, પંચાગ કર્મ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પુજન, અગ્નિ સ્થાપન, ગ્રહ હોમ, કુટિરહોમ, સાંય આરતી, પ્રસાદ, થાળ તથા મંગલકારી દ્રિતીય દિવસ તા.૧૭-૦૬-૨૦૨૬ પ્રાત:પુજન, શોભા યાત્રા, જળયાત્રા, મંદિર વાસ્તુ, સ્નપ્ન અભિષેક, ધાન્યાધિવાસ, શાંતિપૌષ્ટીક હોમ. સાથે આરતી, પ્રસાદ થાળ અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ઢોલ-નગારાના તાલ, ભક્તિમય ધૂન અને જયઘોષ વચ્ચે સમગ્ર ગામ ભક્તિરસમાં તરબોળ બન્યું હતું. આ ઉપરાંત વિવિધ વૈદિક વિધિઓ, મંડપ પ્રવેશ, સ્થાપના અને યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્રણ દિવસ સુધી મહાપ્રસાદની વ્યવસ્થા આયોજકો દ્વારા 16, 17 અને 18 જૂન એમ ત્રણેય દિવસ સવારથી સાંજ સુધી ભોજન પ્રસાદની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા ગામમાં સેવા અને સમર્પણની અનોખી ભાવના જોવા મળી રહી છે. રાત્રે લોકડાયરાથી ગુંજશે જેમાં જાણીતા લોકગાયક સુનિલ લિંબાચીયાના સ્વરે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે માત્ર નાની આખોલ ગામે જ નહીં પરંતુ આસપાસના ગામોના લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

પ્રાણ પ્રતિષ્ઠા અને સંતવાણી બનશે આકર્ષણનું કેન્દ્ર 18 જૂનના રોજ મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર અને સંત-મહંતોની પાવન ઉપસ્થિતિમાં હનુમાનદાદાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રાત્રે સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે, જેમાં આધ્યાત્મિક સંદેશો અને ભજનોથી શ્રોતાઓને ભક્તિનો અનોખો રસાસ્વાદ મળશે. સમગ્ર ગામ બન્યું યજમાન આ ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન નાની આખોલ ગામજનોના સહયોગથી કરવામાં આવ્યું છે. ગામના આગેવાનો, યુવક મંડળ અને સેવા ભાવના ધરાવતા લોકો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગામમાં રંગોળી, ધ્વજ, લાઇટિંગ અને સ્વાગત દ્વારોથી ઉત્સવનો માહોલ સર્જાઈ ગયો છે.

હજારો શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા આયોજકોના જણાવ્યા મુજબ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બનાસકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. સુરક્ષા, પાર્કિંગ, પાણી અને ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓને કરવામાં આવી રહી છે. નાની આખોલ ગામે યોજાનાર આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ગામની એકતા, સંસ્કૃતિ અને શ્રદ્ધાનું જીવંત પ્રતિક બનવા જઈ રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આવનાર ભાવિકો અને મહેમાનોને અગવડ ન પડે તે માટે 400 થી વધુ ગામના યુવા સ્વયંસેવક ખડે પગે સેવા આપવા તત્પર ઉભા છે.

ટેગ્સ:#Nani Akhol

સંબંધિત સમાચાર