રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય8 સપ્ટેમ્બર, 2025| Super Admin

નેપાળના કાઠમંડુમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા

નેપાળના કાઠમંડુમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા
વિવિધ શહેરોમાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર સામે Gen-Z ક્રાંતિ શરૂ :વિરોધીઓ સંસદ ભવનમાં પ્રવેશ્યા: પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા નેપાળની રાજધાની કાઠમંડુના રસ્તાઓ પર આજે જોરદાર વિરોધ થઈ રહ્યો છે. હજારો છોકરાઓ અને છોકરીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને કાઠમંડુમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.કાઠમંડુના વિવિધ શહેરોમાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર સામે Gen-Z ક્રાંતિ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન વિરોધીઓ સંસદ ભવનમાં પ્રવેશ્યા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. દેશની નવી યુવા પેઢી સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી લઈને ભ્રષ્ટાચાર સુધી દરેક બાબતનો વિરોધ કરી રહી છે. આ પ્રદર્શનમાં, હજારો યુવાનો રસ્તાઓ પર કૂચ કરતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. પ્રદર્શન દરમિયાન સરકારે કલાકો સુધી ફોન અને ઇન્ટરનેટ સેવાઓ ખોરવી નાખી હતી. નેપાળ સરકાર દ્વારા ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને યુટ્યુબ જેવા 26 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુકવાથી નારાજ યુવાનોએ 8 સપ્ટેમ્બરથી Gen-Z Revolution ના નામે પ્રદર્શન શરૂ કર્યું છે. વડા પ્રધાન કેપી ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરના રોજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને એક્સ જેવી 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

સંબંધિત સમાચાર