રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જાન્યુઆરી, 2025| Super Admin

નૌકાબેન પ્રજાપતિએ આપેલ નિવેદનનો મુદ્દો ગરમાયો; રાજીનામાની માંગ,મામલતદાર કચેરી આવેદનપત્ર

નૌકાબેન પ્રજાપતિએ આપેલ નિવેદનનો મુદ્દો ગરમાયો; રાજીનામાની માંગ,મામલતદાર કચેરી આવેદનપત્ર
ભાભરમાં 26 જાન્યુઆરીના રોજ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશમંત્રી નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી તૃષ્ટિકરણ અને વોટબેંકના કારણે અનામત દુર કરી શક્યા નથી. અનામત માથાના દુઃખાવા સમાન ગણાવ્યો હતો. જેને લઇ નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી આપેલ નિવેદનનો મુદ્દો ગરમાયો હતો. જેને લઇ મંગળવારના રોજ નૌકાબેન પ્રજાપતિ દ્વારા આપવામાં આવેલ અનામત વિરુદ્ધના નિવેદનથી ભાભર તાલુકાના એસી, એસટી અને ઓબીસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભાભરના એસી, એસટી અને ઓબીસી સમાજના લોકોએ મામલતદાર કચેરી પાસે એકત્રિત થઈને નારેબાજી કરી હતી. અને નૌકાબેનના રાજીનામાની માંગ કરી હતી. તેમજ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી માફી માગે તેવી પણ માંગ કરવામાં આવી હતી.પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપીને કાર્યવાહીની માંગ કરાઈ હતી. દલિત યુવા આગેવાન ખેમાભાઈ શંકરભાઈ પરમારે જણાવ્યુ હતુ કે, ભાજપ પ્રદેશમંત્રીએ અનામત વિરુદ્ધ જે વાણી વિલાસ કર્યો છે. તે માટે અમે મંગળવારે પોલીસ અને મામલતદારને રજૂઆત કરી છે. કે, 48 કલાકની અંદર ભાજપના પ્રદેશમંત્રી નૌકાબેન પ્રજાપતિ જાહેરમાં માફી માગે,અથવા તેમના પર જરૂરી પગલાં લેવામાં આવે, જો 48 કલાકમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો, પ્રથમ તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવશે, પોલીસ વડાની કચેરીનો ઘેરાવો કરવામાં આવશે અને બનાસકાંઠા બંધની એલાન પણ આપવામાં આવશે.

સંબંધિત સમાચાર