કડીના કરણનગર રોડ સ્થિત આશ્રમ પાસે રોડ વચ્ચે બેઠેલા આખલા સાથે બાઈક અથડાતાં રોડ પર ફંગોળાયેલા બાઇક સવાર બે યુવકોનું મોત થયું હતું. રાત્રે બે મિત્રો બાઇક પર ઘરે જઇ રહ્યા હતા, ત્યારે અંધારામાં રોડ વચ્ચે બેઠેલો આખલો નહીં દેખાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે તેમજ બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. કડીના કરણનગરમાં બજાણિયા વાસમાં રહેતા બજાણિયા રણજીત રમેશભાઈ અને બજાણિયા અજય ભરતભાઈ બંને જણા સોમવારે કામ અર્થે બાઇક લઈને કડી ગયા હતા. દરમિયાન, મોડી રાતે બંને જણા બાઇક લઈને કડીથી કરણનગર ઘરે આ વવા નીકળ્યા હતા. ત્યારે કડી- કરણનગર રોડ પર શિવનારાયણ આશ્રમ પાસે રોડ વચ્ચે આખલો બેઠેલો હતો, જે રાતના અંધારામાં નહીં દેખાતાં બાઇક આખલાને અથડાતાં બંને જણા રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓ થતાં અજયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રણજીતને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવાયો હતો.જ્યાં મંગળવારે સવારે તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
રખડતાં ઢોરોનો ત્રાસ યથવાત; કડી માં આખલા સાથે બાઇક અથડાતાં બે યવકોના મોત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Kadi#Stray cattle#Road Safety#Nighttime Visibility#Fatal Accident#Ahmedabad Civil Hospital#Traffic Hazards#Local Community Impact#Emergency Treatment#Bull Collision#Youths Killed#Bike Riders
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
1 કલાક પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
