રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા31 જાન્યુઆરી, 2025| Super Admin

મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા મામલે વિધાર્થીઓ એકજુટ: કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા મામલે વિધાર્થીઓ એકજુટ: કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર
મહેસાણા શહેરની નજીકમાં આવેલા બાસણા ગામની મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજમાં ઉર્વશી શ્રીમાળી નામની આશાસ્પદ ભાવિ ડોક્ટરે કોલેજના અસહ્ય ત્રાસથી કંટાળીને અચાનક જ ગળે ટુંપો ખાઈ જીવન સંકેલી લેતા હોબાળો મચી ગયો હતો. જે ઘટના બન્યા બાદ મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજમાં બીએચએમએસનો અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ એકજુટ થઈ કોલેજના મેનેજમેન્ટ તેમજ આચાર્ય સહિત પ્રોફેસરના માનસિક ત્રાસ વિરુદ્ધ બ્યુગલ ફૂંકી દીધું હતું. અસહ્ય ત્રાસ અને અન્યાય સામે જિંદગીની જંગ હારી ચુકેલી ઉર્વશીની આત્મહત્યા બાદ ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બીજા કોઈ ભાવિ ડૉક્ટરનો ભોગ ન લેવાય તે માટે આકરાપાણીએ જંગ છેડી દીધી છે. મર્ચન્ટ કોલેજના મેનેજમેન્ટ તેમજ આચાર્ય અને પ્રોફેસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કોલેજમાં અભાયસ કરતા વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કોલેજની તાનાશહીની એક પછી એક પોલ ખોલીને મૂકી દીધી છે. ઉર્વશીની આત્મહત્યા બાદ કોલેજ પ્રસાશનની તમામ ગતિવિધિઓને ઉજાગર કરી ખુલ્લી પાડી દીધી છે. જે પ્રમાણે વર્ષોથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોલેજનું મેનેજમેન્ટ અને આચાર્ય દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, પરીક્ષામાં નાપાસ કરી કોલેજમાંથી કાઢી મુકવાની તેમજ કેરિયર બરબાદ કરી નાખવાં જેવી વિવિધ પ્રકારની ધમકીઓ આપવામાં આવતી હતી. જોકે આ ઘટના બન્યા બાદ પોતાની પોલ ઉઘડતી જોઈ કોલેજના મેનેજમેન્ટ દ્વારા પોતાનો લુલો બચાવ કરતા હોય તેમ આચાર્યને રજા પર ઉતરી દીધા હતા અને ટોર્ચર કરનારા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દઈ આંખ આડા કાન કરી દેવામાં આવ્યા હતાં. પરંતુ અન્યાય સામે લડી લડીને ત્રાસી ગયેલા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ આચાર્ય અને પ્રોફેસર બાદ હવે કોલેજના તુઘલખી મેનેજમેન્ટ વિરુદ્ધ બાંયો ચડાવી દીધી છે જેમાં એબીવીપી સંગઠના સહયોગથી હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓમાં અન્યાય સામે લડવાની હિંમત આવી હોય તેમ મેનેજમેન્ટ દ્વારા જે પ્રમાણે નિયમો બનાવીને ઠોકી બેસાડવામાં આવ્યા છે તેનો વિદ્યાર્થીઓ દ્વારા પુરજોશ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્વશી આત્મહત્યા કાંડ બાદ કોલેજના તમામ વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ એક થઈ સતત વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે અને જ્યાં સુધી મૃતક ઉર્વશીને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત આપવાની તૈયારી બતાવી છે. આત્મહત્યાનો બનાવ બન્યો ત્યારથી લઈને સરકારી દવાખાનેથી પીએમ કર્યા બાદ લાશનો કબજો સોંપ્યા સુધી મોટી સંખ્યામાં મર્ચન્ટ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના ટોળે ટોળાએ કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

સંબંધિત સમાચાર