રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા31 જાન્યુઆરી, 2025| Super Admin

બનાસકાંઠામાં 459 થી વધુ ખેડૂતો દ્વારા સોલાર પંપથી સિંચાઈ

બનાસકાંઠામાં 459 થી વધુ ખેડૂતો દ્વારા સોલાર પંપથી સિંચાઈ
પ્રદુષણ મુક્ત ખેતી - વિજળીની ભારે બચત સાથે પર્યાવરણને પણ પારાવાર ફાયદો પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપ માટે સરકારે ખેડૂતોને 12.65 કરોડની સબસીડી આપી: પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના વ્યાપક અમલીકરણ માટે સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે બનાસકાંઠા જિલ્લામાં ડિસેમ્બર 2024 સુધીમાં 459 થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને રૂપિયા 12.65 કરોડથી વધુની સબસિડી ચૂકવી છે. સોલાર પંપ યોજનામાં અંદાજિત 60 ટકા સુધીની રકમની સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ઓફગ્રીડ સોલાર પંપની મદદથી વીજળીમાં બચત થવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થઇ રહ્યો છે. ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને વીજળીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવા અને સૂર્ય ઊર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ 2019 માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન (પી.એમ. કુસુમ) યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ લઈને અનેક ખેડૂતો પ્રદૂષણમુક્ત વીજળીનો ઉપયોગ કૃષિમાં કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં 12382 સ્ટેન્ડઅલોન ઓફ ગ્રીડ સોલાર પંપ સ્થાપિત કરવા ગુજરાત રાજ્યને સેન્ક્શન આપવામાં આવ્યું છે જ્યાં વીજ લાઈન ન હોય ,ફોરેસ્ટ વિસ્તાર હોય,ઓફ ગ્રીડ વિસ્તાર હોય 500 મીટર અંતરથી વધારે હોય તેમને પી.એમ.કુસુમ યોજના કોમ્પોનેટ બી જેમાં 10 એચપી સુધીનું કનેકશન હોય ત્યાં સોલાર પ્લાન્ટ નાખવામાં આવે છે.જેમાં 7.5 એચપી સુધી 60 ટકા સબસીડી આપવામાં આવે છે. સૌથી વધારે લાભાર્થી દાંતા તાલુકામાં નોંધાયા: બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે દાંતા તાલુકામાં 408 થી વધુ સોલાર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે. સોલાર પંપની સંખ્યાની દૃષ્ટિએ બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં 408 અમીરગઢમાં 18, દાંતીવાડામાં 9, ડીસામાં 5, ધાનેરામાં 1,થરાદમાં 16 અને વાવમાં 2 પંપ આવેલ છે. દાંતા અંબાજીમાં સોલાર પંપનું કામ પ્રગતિમાં: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી પાલનપુરના કાર્યપાલક ઈજનેર એન.કે.તેજોટે  જણાવ્યું હતું કે બનાસકાંઠામાં પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ હાલમાં દાંતામાં 165 અને અમીરગઢમાં 10 એમ કુલ મળી 175 ખેડૂતોનું ઓફ ગ્રીડ સોલાર કનેકશન કામ પ્રગતિમાં છે.જે માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિજળીની જરૂર રહેતી નથી : ખેડૂત દાંતા તાલુકાના કણબિયાવાસ ગામે રહેતા લાભાર્થી રમેશભાઈ કેસરાભાઈ ખોખરીયાએ જણાવ્યુ હતું કે આ પંપ લગાવ્યા બાદ દિવસ દરમિયાન આઠથી દસ કલાક સુધી અમે પંપ ચલાવીએ છીએ અને તેમાં કોઈ પણ જાતના વીજળીના સપ્લાયની જરૂર રહેતી નથી. આ પંપમાં પાંચ વર્ષ સુધી કોઈ નિભાવ ખર્ચ પણ થતો નથી.જેથી ખેતીમાં ઉપજ અને આવકમાં વધારો થયો છે. સાથે આ પંપ સૂર્ય ઊર્જાથી ચાલતો હોવાથી પ્રદૂષણ પણ થતું નથી.

સંબંધિત સમાચાર