રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 સપ્ટેમ્બર, 2026| Super Admin

નવી ભીલડીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં તસ્કરોનો હાથફેરો: 50,000 રોકડની ચોરી

નવી ભીલડીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં તસ્કરોનો હાથફેરો: 50,000 રોકડની ચોરી

પરિવાર સાથે વતનમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવા ગયાં ને તસ્કરો હાથ ફેરો કરી ગયા

ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરો બેફામ: રેલવે પોલીસ કર્મીના બંધ મકાનમાંથી ₹50,000ની રોકડની ચોરી, સ્થાનિકોમાં રોષ

પોલીસે પોતાની શાખ બચવા FIR ને બદલે અરજી લઈને સંતોષ માન્યો હતો 

ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરો, મકાનો અને બોરના કેબલોના ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. રહેણાંક વિસ્તારોમાં તસ્કરો છેલ્લા કેટલાય સમયથી  ચોરીઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે નવી ભીલડી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં વધુ એક ચોરીનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે.

ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ભીલડી રેલવે પોલીસમાં ફરજ બજાવતા સુરેશભાઈ કાનજીજી રાઠોડ (ઠાકોર), જેઓ મૂળ દિયોદર તાલુકાના ઓગડપુરા ગામના વતની છે, તેઓ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પરિવાર સાથે વતન ગયા હતા . તે દરમિયાન આ બંધ મકાનનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું. ચોરો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલી તિજોરી તોડી તેમની પત્નીની ડિલિવરી માટે રાખેલ ₹50,000ની રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સવારે ઘરનો દરવાજો તૂટેલો જોઈ પાડોશીએ ફોન પર જાણ કરતાં પરિવાર તાત્કાલિક વતનથી પરત દોડી આવ્યો હતો.

વારંવાર ભીલડી  પંથકમાં બનતી આવી ઘટનાઓને પગલે સમગ્ર પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોરોની સક્રિયતા વધતાં પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશોએ રાત્રિ દરમિયાન સઘન પેટ્રોલિંગ વધારવા અને તસ્કરોને ઝડપી પાડવા માટે કડક પગલાં ભરવાની માંગણી કરી છે.

    

ટેગ્સ:#Banaskantha#Bhildi

સંબંધિત સમાચાર