રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
પાટણ5 જાન્યુઆરી, 2026| Super Admin

સિધ્ધપુર નગરપાલિકા વિવાદોમાં ફસાઈ : પાલિકા ઉપપ્રમુખ દ્વારા કારોબારીમાં થયેલ ખોટા ઠરાવો રદ કરવા લેખિત રજૂઆત કરાઈ

સિધ્ધપુર નગરપાલિકા વિવાદોમાં ફસાઈ : પાલિકા ઉપપ્રમુખ દ્વારા કારોબારીમાં થયેલ ખોટા ઠરાવો રદ કરવા લેખિત રજૂઆત કરાઈ
લેખિત રજૂઆતમાં ઉપપ્રમુખ દ્વારા પાલિકા પ્રમુખ ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છેલ્લા કેટલાક સમયથી સિધ્ધપુર નગરપાલિકામાં ભાજપના સભ્યો પોતાનાજ બોર્ડના કેટલાક વિવાદાસ્પદ ઠરાવો અને કાર્યો સામે રણશિંગુ ફૂંકી ચૂક્યા છે. તાજેતરમાં સિધ્ધપુર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી સોનલબેન નિરંજનભાઈ ઠાકર દ્વારા રિજનલ મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરને પત્ર પાઠવીને કારોબારી સમિતિ દ્વારા થયેલ કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો અને ઠરાવો બાબતે વિરોધ નોંધાવી તેને રદ કરવાની માંગ કરી છે. જે અરજી બાબતે કમિશનર ઓફિસ દ્વારા સિધ્ધપુર નગરપાલિકાના મુખ્ય અધિકારીને તપાસ કરીને ૧૦ દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. સિધ્ધપુર નગરપાલિકાના વર્તમાન શાસન કતૉઓ મનસ્વીતા, ભ્રષ્ટાચાર અને નગરને  વિકાસમાં પાછળ ધકેલવાનો રેકોર્ડ બનાવ્યો છે.અણઘડ, બિનકાર્યક્ષમ લોકો કે જેઓ ફક્ત ક્યાંથી લૂંટવા મળે તેની ફિરાકમાં હોય અને જનતાની સુખાકારી, સાચો વિકાસ એવી કંઈજ પડી ના હોય તેવા વહીવટ વિકસિત થવા આગળ વધી રહેલ ગામને શહેર માંથી ગામડાની દશામાં લઈ જવાયું તેનો લોકોમાં ભારે અફસોસ જોવા મળે છે. ગત બોર્ડ ઉપર ભાજપના સંગઠન કે ઉપરના કોઈ નેતાનું નિયંત્રણ રહ્યું નહીં અને જેમ ફાવે તેમ મનસ્વી રીતે શાશન ચાલ્યું એ પણ એક બલિહારી છે કારણ કે નગરના લોકો તો મારે શું કરી ને ચૂપ છે તો પછી ભોગવો અને ચૂપ બેસો. ભાઈ કરોડો રૂપિયા ચાઉ થઈ ગયા છેલ્લા કેટલાક વર્ષોમાં.મુખ્ય અધિકારી તરીકે સરકારમાંથી જે અધિકારીઓ મુકાય છે તે ૩ વર્ષના મહત્તમ કાર્યકાળ માટે નિયુક્ત કરાય છે. અને તેઓ સ્થાનિક રાજકારણને સારી રીતે જાણી જતા હોવાથી જૂથબંધી નો લાભ લઈને બંને તરફના નેતાઓને રમાડે છે અને મોટો ભ્રષ્ટાચાર કરીને ચાલ્યા જાય છે. અને ભોગવે છે કોણ? બિચારા ઘર ચલાવાની આવડત વગરના  લૂંટમાં ભાગીદાર અને અધધ ભ્રષ્ટાચારનો એક નાનો હિસ્સો લેનારા સ્થાનિક નેતાઓ જેને લઈને પાલિકાના ઉપપ્રમુખ દ્રારા વિગતવાર માહિતી સાથેનો પત્ર રિજનલ મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરને પાઠવતાં સિધ્ધપુર નગરપાલિકા પણ વિવાદમાં ફસાઇ હોવાનું સ્થાનિકોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.      

સંબંધિત સમાચાર