રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિદ્ધપુરમાં પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ

સિદ્ધપુરમાં પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ

નાગરિકો 17 થી 31 મે સુધી ઘરે બેઠા ઓનલાઇન માહિતી નોંધાવી શકશે

સિદ્ધપુરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણના (સેલ્ફ એન્યુમરેશન) પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પ્રથમ નાગરિક તરીકે પોતાની વિગતો નોંધાવીને આ ડિજિટલ સુવિધાનો શુભારંભ કરાવ્યો હતો. ભારત સરકારની આ ઓનલાઇન પહેલ 17 મે થી 31 મે દરમિયાન કાર્યરત રહેશે.

આ પહેલ હેઠળ નાગરિકો ઘરે બેઠા પોતાના પરિવારની વિગતો ઓનલાઇન નોંધાવી શકશે. આ ડિજિટલ પ્રક્રિયા સમયની બચત કરશે. અને માહિતીની ચોકસાઈ તથા ગોપનીયતા જાળવવામાં મદદરૂપ થશે. દેશના વિકાસ અને સુશાસન માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ છે. આ રાષ્ટ્રીય ઝુંબેશ અંતર્ગત વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વસ્તી ગણતરી 2027માં સક્રિય સહભાગી બનવા અને સ્વગણના દ્વારા પોતાની વિગતો ઓનલાઇન નોંધાવવા માટે કેબિનેટ મંત્રી દ્રારા આહવાન કરવામાં આવ્યું હતું. વસ્તી ગણતરી દ્વારા એકત્રિત થતી માહિતી સરકારને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને રહેણાંક સહિતની જનકલ્યાણની યોજનાઓ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં સીધી રીતે મદદરૂપ બને છે. વિકસિત ભારતના નિર્માણમાં ભાગીદાર બનવાના ઉદ્દેશ્ય સાથે આ 'સ્વગણના’ અભિયાન શરૂ કરાયું હોય સૌએ સહકાર આપવા જણાવાયું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Siddhpur#population

સંબંધિત સમાચાર