રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ19 જૂન, 2026| Super Admin

સિધ્ધપુર કોંગ્રેસે મોંઘવારી અને NEET પેપર લીક મામલે વિરોધ કર્યો

સિધ્ધપુર કોંગ્રેસે મોંઘવારી અને NEET પેપર લીક મામલે વિરોધ કર્યો

પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

આ કૌભાંડી સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી : ચંદનજી ઠાકોર

સિધ્ધપુરમાં કોંગ્રેસ દ્વારા અસહ્ય મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવવધારા તેમજ NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડ સામે ગુરૂવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ કચેરી સામે ઉગ્ર ધરણા કર્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.ધરણા પ્રદર્શન દરમિયાન પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, સામાન્ય માણસ, ખેડૂત, મજૂર અને ગૃહિણીઓ મોંઘવારીના બોજ હેઠળ દબાઈ રહ્યા છે. ડીઝલ, પેટ્રોલ અને રસોઈ ગેસના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગના પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. 

તેમણે સરકાર પર પ્રજાની આર્થિક સંકટ પ્રત્યે બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.NEET પરીક્ષા કૌભાંડ અંગે આક્રોશ વ્યક્ત કરતા ઠાકોરે ઉમેર્યું કે, એક તરફ વાલીઓ પોતાના સંતાનોને ભણાવવા માટે સંઘર્ષ કરે છે, ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓના પેપરો ખુલ્લેઆમ લીક થઈ રહ્યા છે. શિક્ષણના વ્યાપારી કરણ થી દેશના હોનહાર અને મહેનતુ યુવાનોના ભવિષ્યસાથે ક્રૂર મજાક થઈ રહી છે. તેમણે આ કૌભાંડી સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર ન હોવાનું જણાવ્યું હતું.પારદર્શિતા લાવવા માટે પણ માંગ કરવામાં આવી હતી.ધરણા પ્રદર્શન બાદ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને સિધ્ધપુર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરીને આ સળગતા પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો,તાલુકાના આગેવાનો, મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને સ્થાનિક નાગરિકો આક્રોશ સાથે જોડાયા હતા.

ટેગ્સ:#Siddhpur##CongressIndia

સંબંધિત સમાચાર