રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા19 જૂન, 2026| Super Admin

શિહોરી પોલીસ એક્શનમાં : આકોલીની પરિણીતા ત્રણ સંતાનો સાથે ગુમ થતાં તપાસ શરૂ

શિહોરી પોલીસ એક્શનમાં : આકોલીની પરિણીતા ત્રણ સંતાનો સાથે ગુમ થતાં તપાસ શરૂ

કાંકરેજ તાલુકાના આકોલી ગામની એક મહિલા પોતાના ત્રણ બાળકો સાથે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા તેના પતિ દ્વારા શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.મળતી માહિતી મુજબ, આકોલી ગામના ઠાકોરવાસમાં રહેતા વિક્રમજી જોગાજી ઠાકોર (ઉ.વ. 32) ની પત્ની કંસાબેન વિક્રમજી ઠાકોર (ઉ.વ. 28) તા. 16 જૂન, 2026 ના રોજ સવારે અંદાજે 11:00 વાગ્યે પોતાના ત્રણ બાળકો યુવરાજજી (ઉ.વ. 6 વર્ષ), સુહાનીબેન (ઉ.વ. 3 વર્ષ) તથા શિવાનીબેન (ઉ.વ. 5 માસ) ને સાથે લઈને સરસ્વતી જિલ્લાના વહાણા ગામે રામાપીરના દર્શન કરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.

નિયત સમય બાદ પણ તેઓ ઘરે પરત ન ફરતા તેમજ કોઈ પ્રકારનો સંપર્ક ન થતાં પરિવારજનો તથા સગા-સંબંધીઓએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં કોઈ પત્તો ન લાગતા વિક્રમજી જોગાજી ઠાકોરે તા. 18 જૂન, 2026 ના રોજ શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે જાણવાં જોગ નં. 17/2026 તથા સ્ટેશન ડાયરી એન્ટ્રી નં. 16/2026 મુજબ મહિલા અને ત્રણ બાળકો ગુમ થયાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર