અંબાજી શક્તિપીઠ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચ દશનમ આવાહન અખાડા દ્વારા સાધુ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 થી 15 જાન્યુઆરી દરમિયાન દેશભરના હજારો નાગા સાધુઓ અને સંન્યાસીઓ અંબાજીમાં એકત્રિત થઈ શાહી સ્નાનમાં ભાગ લેશે. આ મહામેળાને લઈને અંબાજીમાં સાધુ-સંતોનો વિશાળ જમાવડો જામશે.અંબાજી શક્તિપીઠ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચ દશનમ આવાહન અખાડા દ્વારા ભવ્ય સાધુ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 11થી 15 જાન્યુઆરી દરમિયાન દેશભરના હજારો નાગા સાધુઓ તથા સંન્યાસીઓ અંબાજીમાં એકત્રિત થઈ શાહી સ્નાન સહિત વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે. આ મહામેળાને લઈને અંબાજીમાં સાધુ-સંતોનો વિશાળ જમાવડો જોવા મળશે અને સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠશે. અંબાજીમાં શાહી સ્નાનની પરંપરા છેલ્લા ચાર વર્ષથી ચાલી આવી છે. અને આ વર્ષે પાંચમું આયોજન થવાનું છે. મહામેળા દરમિયાન સાધુ-સંતોની હાજરીને કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમની શરૂઆત 11 જાન્યુઆરીના રોજ સાધુ-સંતોના આગમન સાથે થશે. ત્યારબાદ ગણપતિ પૂજા, ધર્મધજા સ્થાપન, ગૌ પૂજા, કન્યાપૂજન સહિત વિવિધ ધાર્મિક વિધિઓ યોજાશે. મકરસંક્રાંતિ પર્વ 14 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યાથી શરૂ થતું હોવાથી મુખ્ય શાહી સ્નાન 15 જાન્યુઆરીના રોજ સૂર્યોદય સમયે યોજાશે.
અંબાજીમાં ઉત્તરાયણ પર્વ નિમિતે આજથી સાધુ મેળો : શાહી સ્નાનની પરંપરા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
5 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
5 દિવસ પહેલા
