રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

વરસાદી આફતમાં વહીવટી તંત્ર અને પોલીસની રાઉન્ડ ધ કલોક કામગીરી

વરસાદી આફતમાં વહીવટી તંત્ર અને પોલીસની રાઉન્ડ ધ કલોક કામગીરી
પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં ૧૬૦ થી વધુ પોલીસ જવાનો રાહત બચાવ કાર્યોમાં ૩ ડી.વાય.એસ.પી., ૮ પી.આઈ. અને ૧૫૦ પોલીસ જવાનો રાહત કાર્યોમાં ફરજ પર ભરડવા, ભાટવરવાસ, તીર્થગામ સહિતના ગામોમાંથી લોકોનું રેસ્ક્યુ કરાયું; બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્ર સાથે પોલીસ વિભાગ સરહદી વિસ્તારમાં રાત દિવસ કામ કરી રહ્યો છે. પૂર હોય, તોફાન હોય, સુરક્ષા બંદોબસ્ત હોય કે પછી કોઈકની મદદ કરવાનો સમય હોય દરેક વખતે જનતાની પડખે ઊભું રહેવાનું કામ પોલીસે કરી બતાવ્યું છે. સરહદી ચારેય તાલુકાઓમાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન ૦૩ ડી.વાય.એસ.પી, ૦૮ પી.આઈ અને ૧૫૦ પોલીસ જવાનોએ ફરજ દરમિયાન ૬૩ જેટલા પુરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કર્યા છે. પોલીસ જવાનોએ સુઈગામના ભરડવા, ભાટવરવાસ, તીર્થગામ સહિતના ગામમાંથી રેસ્ક્યુ કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.

સંબંધિત સમાચાર