રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા22 મે, 2025| Super Admin

વડગામ તાલુકામા જળ સંચયના કામોમાં નિવૃત્ત કર્મચારીઓ જોતરાયા

વડગામ તાલુકામા જળ સંચયના કામોમાં નિવૃત્ત કર્મચારીઓ જોતરાયા
ગામે ગામ તળાવ ઉંડા અને કુવા રિચાર્જ કરવાની કામગીરી કરાશે જિલ્લામા બનાસ ડેરીના સહયોગથી જળ સંચયના કામો કરાઇ રહ્યા છે; બનાસકાંઠા જિલ્લાના સિંચાઇ તેમજ પીવાના પાણીની સમસ્યાને નિવારવા બનાસ ડેરીના સહયોગથી જળ સંચયના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડગામ તાલુકામાં પાણીની અગવડતા દૂર કરવા નિવૃત કર્મચારીઓ અને શિક્ષકોએ જળ સંચયનું કામ ઉપાડી લીધું છે. અને ગામે ગામ તળાવ ઉંડા કરવા તેમજ કૂવા રિચાર્જ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. વડગામ તાલુકાના એદરાણા ગામે જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બનાસ ડેરીના માધ્યમથી જળ સંચય અભિયાનમાં નિવૃત્ત કર્મચારી અને શિક્ષકો પણ જોડાયા છે. સરકારમાં સેવા આપી ચૂકેલા કર્મચારીઓ અને શિક્ષકો વડગામ તાલુકાના ગામે ગામ જઈને ખેડૂતોને મળી ગામના તળાવ ઊંડા કરવા વરસાદી પાણીથી જુના કુવા રિચાર્જ કરવા અને વધુને વધુ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે જેનાથી પાણીના તળ ઊંચા આવે તેવા પ્રયત્ન કરવામાં આવે છે.જળ સંચય અભિયાનમાં હાલ શિક્ષકો પોતાના વેકેશનનો સદઉપયોગ કરી રહ્યા છે. જોકે વડગામ તાલુકામાં હાલ સિંચાઇના પાણીના પ્રાણ પ્રશ્નને જળ સંચય અભિયાન થકી નિરાકરણ લાવવા નિવૃત્ત કર્મચારી અને શિક્ષકો કટિબદ્ધ બન્યા છે.તેથી આગામી સમયમાં તેમની મહેનત ઊગી નીકળે તેવી શકયતા છે.  

સંબંધિત સમાચાર