રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા31 જુલાઈ, 2025| Super Admin

પાલનપુર-ડીસા હાઇવે પરની દેવપુરા સોસાયટીના રહીશો દ્વારા કલેકટરને રજુઆત કરાઈ

પાલનપુર-ડીસા હાઇવે પરની દેવપુરા સોસાયટીના રહીશો દ્વારા કલેકટરને રજુઆત કરાઈ
પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ; પાલનપુર-ડીસા હાઇવે પર આવેલ દેવપુરા વિસ્તારની લગભગ 15 સોસાયટીના 200 થી વધુ લોકોએ તેમની વિવિધ સમસ્યાઓને લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. આ સોસાયટીઓમાં ખોડિયાર નગર, સુકનવિલા, નવદુર્ગા, સહયોગ રેસિડેન્સી અને નીલકંઠ પરિસર જેવી સોસાયટીઓનો સમાવેશ થાય છે. સોસાયટીના રહીશોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે પાયાની સુવિધાઓનો અભાવ છે.નગરપાલિકા વિસ્તારમાં આવતી હોવા છતાં આ સોસાયટીઓમાં પૂરતી લાઇટ, પાણી અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે અવારનવાર નજીકની શાળામાં ચોરીની ઘટનાઓ બને છે. ચોમાસામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે.ચોમાસા દરમિયાન રેલવેના ગરનાળામાં પાણી ભરાઈ રહે છે, જેના કારણે સગર્ભા મહિલાઓ અને વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે. નગરપાલિકા દ્વારા આ તમામ સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવામાં આવી નથી. આથી, સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ગટરની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. રહીશોએ કલેક્ટરને તેમના આ પ્રાણ પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવાની માંગ કરી હતી.

સંબંધિત સમાચાર