રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા11 જાન્યુઆરી, 2025| Super Admin

દાંતા તાલુકાના સેબલપાણીના ગ્રામજનોની જિલ્લા કલેકટરને રજુઆત

દાંતા તાલુકાના સેબલપાણીના ગ્રામજનોની જિલ્લા કલેકટરને રજુઆત
ફોરેસ્ટ વિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપો: દાંતા તાલુકાના સેબલ પાણી ગામમાં વસતા રબારી સમાજના લોકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે સેબલ પાણી વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા અવારનવાર ગ્રામજનોને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપો કર્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી તમામને રહેવા માટેની સગવડ કરી આપવા માટેની માંગ પણ કરી હતી. અંતરિયાળ એવા સેબલપાણી ગામમાં વર્ષોથી વસવાટ કરતા રબારી સમાજના લોકોને વન વિભાગ દ્વારા જમીન ખાલી કરવા માટે અવારનવાર હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે પુરુષ અને મહિલાઓ સાથે ગ્રામજનો કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે અમારા વડવાઓના સમયથી અમે સેબલપાણી ગામમાં રહી ખેતી અને પશુપાલન કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ પરંતુ છેલ્લા કેટલાય સમયથી વન વિભાગના અધિકારીઓ દ્વારા અમારી જમીન અને ઘર ખાલી કરવા માટેનું દબાણ  કરવામાં આવે છે. જેથી અમે ઢોર ઢોખર સાથે ક્યાં રહેવા જઈએ? તે મોટો પ્રશ્ન છે.અને સરકાર પણ અમને કોઈ વ્યવસ્થા કરી આપતી નથી. જેથી અમે આજે કલેકટરને રજૂઆત કરી છે.અને સરકાર દ્વારા અમને વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો અમારા ગામમાં અમને રહેવા દેવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી. અને જો સરકાર દ્વારા કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પહોંચીશું અને મુખ્યમંત્રીને રજૂઆત કરીશું. ત્યારબાદ પણ અમારા પ્રશ્નનો નિવેડો નહીં આવે તો અમે આંદોલન કરીશું. પરંતુ અમે અમારો હક મેળવીને જ રહીશું એવી તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર