રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા7 જુલાઈ, 2025| Super Admin

ઊંઝામાં આવેલ ઓવર બ્રિજમાં વારંવાર ગાબડા પડતા મુખ્યમંત્રીને રજૂઆત

ઊંઝામાં આવેલ ઓવર બ્રિજમાં વારંવાર ગાબડા પડતા મુખ્યમંત્રીને રજૂઆત
ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલે મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત; ઊંઝા શહેરમાં વિસનગર રોડ પર આવેલ ઓવરબ્રિજ પર વારંવાર ગાબડા પડતા ઓવરબ્રિજનું ક્વોલિટી કંટ્રોલમાં ઇન્સ્પેક્શન કરવા મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે મત વિસ્તારના ઊંઝા શહેરમાં મહેસાણા પાલનપુર સ્ટેટ હાઈવેથી વિસનગર જવા માટે ઓવરબ્રિજ આવેલો છે. સદર ઓવરબ્રિજ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ગાબડા પડી રહ્યા છે અને ઓવરબ્રિજની મજબુતી માટે પાથરવામાં આવેલ ખીલાસરીનો ભાગ ખુલ્લો પડી રહ્યો છે. જેના પર તંત્ર દ્વારા વારંવાર થીગડા મારી સમારકામ કરવામાં આવે છે. સદર ઓવરબ્રિજ પર વરસાદની સિઝનમાં સમારકામ કરેલ થીગડા ખુલ્લી જાય છે અને ખીલાસરીનો ભાગ ખુલ્લો થઇ જાય છે અત્યારે પણ ઓવરબ્રિજ પર આ જ પરિસ્થિતિ થવા પામેલ છે. તાજેતરમાં ઊંઝા શહેરમાંથી પસાર થતા મહેસાણા પાલનપુર સ્ટેટ હાઈવે પરના ઓવરબ્રિજનો એક ભાગ ધડાકાભેર તૂટીને નીચે પડ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. આથી મહેસાણા પાલનપુર સ્ટેટ હાઈવેથી વિસનગર જવા માટેના ઓવરબ્રિજ પર ભગવાન ના કરે અને કોઈ દુર્ઘટના થાય તે પહેલા સત્વરે સદર ઓવરબ્રિજનું ક્વોલીટી કન્ટ્રોલમાં ઇન્સ્પેકશન કરાવી જો તેમાં ખામી જણાય તો સત્વરે સદર ઓવરબ્રિજને બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે રજૂઆત કરાઇ છે.

સંબંધિત સમાચાર