રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ જિલ્લાના રાધનપુર-સાંતલપુરમાં વરસાદી અસર બાદ તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરાઈ

પાટણ જિલ્લાના રાધનપુર-સાંતલપુરમાં વરસાદી અસર બાદ તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરાઈ
જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ ૧૧૮ ગામ પૈકી ૭૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો; પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામો ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા હતા. જેમાં રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ૭૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે જ્યારે બાકીના ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લામાં સાંતલપુર અને રાધનપુરમાં ભારે વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. બુધવારે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જે અંતર્ગત પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ રાધનપુર અને સાંતલપુર ૧૧૮ ગામો પૈકી ૭૬ ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે જ્યારે બાકીના ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર