પાલનપુરના કોટડા (ચા) ગામે અજગરે શ્વાનનું મારણ કર્યું

ખેતરમાં 12 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં દહેશત; પાલનપુર તાલુકાના કોટડા (ચા) ગામે ખેતર વિસ્તારમાં ઘસી આવેલ વિશાળ કાય ધરાવતાં એક અજગર એક શ્વાનના શરીર પર વીંટળાઈ જતા શ્વાસ રૂંધાઇ જવાના કારણે શ્વાનનું મોત નિપજ્યું હતું. જોકે આ અજગર કોઈ અન્ય નુકશાન પહોચાડે તે પહેલા વન વિભાગની ટીમે રેસ્કયું કરીને અજગરને પકડી પાડી તેને બાલારામ નજીક જંગલમાં મુકત કરવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનને લઇ સરીસૃપ પ્રજાતિના ઝેરી જીવો રહેણાંક વિસ્તારમાં ઘસી આવતા હોય છે. જેમાં પાલનપુર તાલુકાના કોટડા (ચા) ગામે વીરચંદભાઇ કરશનભાઇ પ્રજાપતિ નામના ખેડૂતના ખેતરમાં એક 12 ફૂટ લાંબો અજગર આવી ચડયો હતો અને આ અજગર એક શ્વાન સાથે વીંટળાઈ જતા શ્વાનનું મોત નિપજ્યું હતું. જેને લઇ લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને બનાવ અંગે વન વિભાગમાં જાણ કરવામા આવતા ફોરેસ્ટની ટીમ દોડી આવી રેસ્ક્યુ કર્યું હતું જેમાં અજગરને શ્વાનથી છૂટો કરી તેને સહી સલામત રીતે બાલારામ જંગલમાં છોડી મૂકવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ટેગ્સ:#Banaskantha District#Palanpur Taluka#Human-Wildlife Conflict#public safety alert#Kotda (Cha) Village#Python Encounter#Wildlife Incident#Forest Department Rescue#Monsoon Wildlife Intrusion#Balaram Forest#Rural Wildlife Threat#Snake Awareness#Animal Rescue Operation
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરમાં SBI કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન: પડતર માગણીઓને લઈને બેંક કર્મીઓ હડતાલ પર
3 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરીમાં એસઓજીના સપાટા: રૂ. ૨.૪૪ લાખની બનાવટી નોટો સાથે બે શખ્સો ઝડપાયા
3 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના વડાવળ પાસે સામાન્ય બાબતે બઘડાટી: ગાયો સાઈડમાં લેવા મુદ્દે થયેલા હુમલામાં ૪ ઈજાગ્રસ્ત
3 કલાક પહેલા
બનાસકાંઠામાતા યશોદા એવોર્ડ: આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોનું વિશેષ સન્માન
4 કલાક પહેલા
