રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
બનાસકાંઠા16 જૂન, 2026| Super Admin

એદ્રાણામાં વડગામ વિસ્તારની જનકલ્યાણ શિબિર: સરકારી યોજનાઓનું માર્ગદર્શન અને લાભ અપાયા

એદ્રાણામાં વડગામ વિસ્તારની જનકલ્યાણ શિબિર: સરકારી યોજનાઓનું માર્ગદર્શન અને લાભ અપાયા

કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી સરળતાથી પહોંચે તેમજ નાગરિકોને સરકારી સેવાઓનો લાભ તેમના વિસ્તાર નજીક જ ઉપલબ્ધ બને તે હેતુસર રાજ્યભરમાં તા.૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ‘૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ થીમ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના છાપી જિલ્લા પંચાયતની એદ્રાણા ખાતે મામલતદાર એસ.એ.શાહની અધ્યક્ષતામાં વડગામ વિધાનસભા વિસ્તારની જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી તેમજ સ્થળ પર જ વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો હતો.

શિબિર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા તેમજ અન્ય નાગરિક સેવાઓ સંબંધિત કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 466 નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બબીબેન ચૌધરી, તા.સ.સંઘ ચેરમેન અને છાપી બેઠક ઈનચાર્જ કે.પી.ચૌધરી,  જિલ્લા ઉપપ્રમુખ પ્રવિણસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ કોમરાજભાઈ ભુતડીયા, મહામંત્રી લાલાજી ઠાકોર, મહામંત્રી દિનેશ સિંહ સોલંકી,જિલ્લા અગ્રણી કેશરભાઈ વાયડા ચાંગા,બનાસડેરી ડિરેક્ટર ફલજીભાઈ પટેલ વરસડા, તા.પં. પુવૅ.પ્રમુખ પરથીભાઈ ગોળ બાવલચુડી, એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ પસવાદળ, તા.સંઘ પુવૅ.ચેરમેન કાળુભાઈ રાતડા નાંદોત્રા, જિલ્લા પંચાયત સભ્ય ચેહરાજી ઠાકોર જલોત્રા, બાલકૃષ્ણ જીરાલા, રતુભાઈ ગોળ, પ્રેમજીભાઈ ભુતીયા, તા.સભ્ય મગનભાઈ બાવલચુડી  તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર