રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

પાલનપુરમાં વર્ષોથી વસતા વાવ થરાદ ભાભર સુઈગામના પ્રજાપતિ સમાજના વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા સમાજના અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓ પ્રોત્સાહિત થાય તેમજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી સમાજના બાળકોનો સરસ્વતી સન્માન અંતર્ગત  ઇનામ વિતરણ કાર્યક્રમ, સ્નેહ મિલન સમારોહ, નવનિયુક્ત સરકારી કર્મચારી-નિવૃત કર્મચારી સન્માન, દાતાઓનું સન્માન તથા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૧ થી કોલેજ સુધીના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહીત કરાવામાં આવ્યા હતા. પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા નવનિયુકત કર્મચારી, નિવૃત્ત કર્મચારી તથા વિશિષ્ઠ સિદ્ધિ મેળવેલ કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

કેળવણી મંડળના પ્રમુખ સવજી ભાઈ પ્રજાપતિ દ્વારા ૧૭ વર્ષથી ચાલતા મંડળના કાર્યો, પ્રવૃતિઓ તથા ભવિષ્યમાં યોજવામાં આવનાર કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ચાર પરગણા પ્રજાપતિ સમાજ પ્રમુખ, મંત્રી, પાલનપુર મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો તથા વિવિધ શહેરોના પ્રજાપતિ સમાજના હોદ્દેદારો અને સમાજના તમામ અગ્રણીઓએ હાજરી આપી હતી. વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુરના તમામ સભ્યોને સરસ કાર્યક્રમ કરવા બદલ સૌએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર