રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 માર્ચ, 2026| Super Admin

ડીસાના જલારામ મંદિર રોડ પર ખાનગી વાહનોનો ખડકલો : ટ્રાફિકની સમસ્યાથી પ્રજા ત્રસ્ત

ડીસાના જલારામ મંદિર રોડ પર ખાનગી વાહનોનો ખડકલો :  ટ્રાફિકની સમસ્યાથી પ્રજા ત્રસ્ત

ડીસા શહેરના જલારામ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક અને અતિક્રમણની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. મામલતદાર કચેરી નજીકના જાહેર માર્ગ પર ખાનગી વાહનોનો ખડકલો કરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ​સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર ખાનગી વાહનોના આડેધડ પાર્કિંગને કારણે રસ્તો સાંકડો બની ગયો છે. ખાસ કરીને શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓને આ અવરોધોને કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વધુમાં, રોડ પર આવેલા દુકાનદારોએ પણ પોતાની જાહેરાતોના બોર્ડ જાહેર માર્ગ પર લગાવી દેતા રાહદારીઓને ચાલવાની જગ્યા પણ બચી નથી. જેને લઈ ​વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અને દબાણોના રાફડાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલતદાર કચેરી જેવી મહત્વની સરકારી કચેરી પાસે જ આવી અરાજકતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોની સુવિધા માટે આ દબાણો તાકીદે દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.      

સંબંધિત સમાચાર