ઊંઝા પાલિકા ટીપી ચેરમેન મણિલાલ પટેલ સહિત પ્રતિનિધિ મંડળની રજૂઆત કરી છે. ઊંઝા એ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું સુપ્રસિદ્ધ યાત્રિક ધામ છે. તેમજ એશિયાખંડની સહુથી મોટી એપીએમસી આવેલી છે. જેના વિકાસ કાર્યોને વધુ વિકસિત કરવાના સંકલ્પ સાથે આજે ઊંઝા પાલિકાનાં ટીપી ચેરમેન મણિલાલ પટેલ સહિત પ્રતિનિધિ મંડળે રાજ્યના અધિક મુખ્ય નગર નિયોજક સમક્ષ ઊંઝાની ટીપી નંબર 8અને 9 ઝડપથી પૂર્ણ થાય તે મુદ્દે રજુઆત કરી હતી.અધિક મુખ્ય નગર નિયોજક પી.કે.તુવાર સમક્ષ આજે ઊંઝા નગરના ટાઉન પ્લાનિંગ સ્કીમના પડતર પ્રશ્નો મુદે બેઠક કરવામાં આવી હતી. જેમાં રિવાઈઝ ડેવલોપમેન્ટ પ્લાન તથા ટીપી નંબર 8 અને 9 ફાઇનલ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્ય અધિક નિયોજક દ્રારા ઝડપી પક્રિયા પૂર્ણ કરવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જેમાં ઊંઝા પાલિકા ટીપી ચેરમેન મણિલાલ પટેલ, જુનિયર નગર નિયોજક, ઊંઝા પ્લાનિંગ આસિસ્ટન્ટ તેમજ ઊંઝા પાલિકા કોર્પોરેટર અને કન્સલ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
ઊંઝાના ટાઉન પ્લાનિંગ સ્કીમના પડતર પ્રશ્નો મુદે અધિક મુખ્ય નગર નિયોજક સમક્ષ રજૂઆત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#infrastructure development#Local Governance#urban planning#Town Development#Unjha Municipality#Chief Town Planner#Pilgrimage Sites#APMC (Agricultural Produce Market Committee)#Development Plans#Stakeholder Engagement
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
11 કલાક પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
11 કલાક પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
2 દિવસ પહેલા
