રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા21 જાન્યુઆરી, 2026| Super Admin

બનાસકાંઠામાં જીલ્લામાં હવામાનની વિપરીત અસરને લઇ બટાકાના પાકમાં પાછોતરો સુકારા દેખા-દેખી

બનાસકાંઠામાં જીલ્લામાં હવામાનની વિપરીત અસરને લઇ બટાકાના પાકમાં પાછોતરો સુકારા દેખા-દેખી
મોંઘા ભાવના બિયારણ બાદ બટાટામાં ચરમી અને સુકારા‌થી ઉત્પાદન ઘટવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા ભાવમાં ઘટાડો અને રોગચાળાની અસરથી ખેડૂતવર્ગ પર બેવડો માર સતત બદલાતા હવામાનની વિપરીત અસરોને કારણે બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝનમાં બટાકાના પાકમાં પાછોતરા સુકારા અને ચરમી (લેટ બ્લાઇટ)ના લક્ષણો દેખાવા લાગ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. રવી સીઝનમાં બટાકાનું બહોળા પ્રમાણમાં વાવેતર થતું હોય છે. આ વર્ષે બટાકાને મળેલા ઐતિહાસિક ભાવોને પગલે બિયારણના ભાવ પણ ઊંચા રહ્યા હતા. તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં કુલ ૬૪,૯૪૮ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પાકના પાંદડાં પર કાળા ટીપકા અને ગોળ ધબ્બાં દેખાવા લાગતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ બટાકામાં મુખ્યત્વે ત્રણ પ્રકારના રોગ જોવા મળે છે—અર્લી બ્લાઇટ (૩૦–૩૫ દિવસે), લેટ બ્લાઇટ (૬૦–૬૫ દિવસે) અને ફોર્મ બ્લાઇટ. હાલ લેટ બ્લાઇટ એટલે કે ચરમી અને સુકારાની અસર વધતી જણાઈ રહી છે. આ રોગના કારણે પાંદડાં ઝડપથી સુકાઈ જાય છે, જેના પરિણામે પ્રકાશસંશ્લેષણ ઘટે છે અને ગાંઠોની વૃદ્ધિ પર સીધી અસર પડે છે. પરિણામે ઉત્પાદન ઘટવાની મોટી શક્યતા છે. એક તરફ વાવેતર સમયે મોંઘા ભાવે બિયારણ લાવવામાં આવ્યું હતું અને બીજી તરફ હાલ બજારમાં બટાકાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉપરથી ઉભા પાકમાં રોગચાળો લાગતા ખેડૂતો પર બેવડો માર પડ્યો છે ત્યારે આગામી સમયમાં ખેડૂતો ને બટાટા ના કેવા ભાવો મળે છે તેના પર નજર મંડાયેલી છે          

સંબંધિત સમાચાર