રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | વડગામ

વડગામ પંથકમાં નબળી ગુણવત્તાની પોલ ખુલી: કાલેડા-હરસિધ્ધપુરા રોડ ખાડા ટેકરામાં ફેરવાયો

વડગામ પંથકમાં નબળી ગુણવત્તાની પોલ ખુલી: કાલેડા-હરસિધ્ધપુરા રોડ ખાડા ટેકરામાં ફેરવાયો

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલા રોડની ગુણવત્તા સામે ઉઠ્યા ગંભીર સવાલો ઉઠ્યા 

કોન્ટ્રાક્ટરની કામગીરી અને એજન્સી સામે રૂપિયાની રિકવરી કરવા લોકોની માંગ

વડગામ તાલુકાના કાલેડા ગામથી હરસિધ્ધપુરા (મહાકાળી મંદિર) જતાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચીને છ મહિના અગાઉ નવો રોડ બનાવવામાં આવ્યો હતો.પણ ચોમાસાના પહેલા અને સામાન્ય વરસાદમાં કરોડો રૂપિયાનો રોડ તૂટી ગયો હતો. જેને લઇ સ્થાનિક લોકોમાં નવા બનેલા રોડની ગુણવત્તા સામે ઉઠ્યા ગંભીર સવાલો ઉઠ્યા હતા. જેને લઈ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે એજન્સી સામે રૂપિયાની રિકવરી કરવી અને બ્લેકલિસ્ટ કરવા માટે લોકોની માંગ ઊઠવા પામી હતી.

68.jpg 259.81 KB
વડગામ તાલુકાના કાલેડા ગામ નજીક આવેલા મહાકાળી મંદિર અને નવા પાંડવા રોડ આશરે 6 મહિના પહેલા  કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.પણ આ રોડ ચોમાસાના પહેલા જ વરસાદમાં રોડની સાઈડો મોટા પ્રમાણમાં ધોવાઈ  ગયી હતી. જેને લઈ એજન્સી અને કોન્ટ્રાક્ટરે કારેલ કામ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. 

ત્યારે જોવા જઈએ તો આ રોડનું બાંધકામ પૂર્ણ થયાને હજુ માત્ર છ મહિના જેટલો સમય થયો છે. ત્યારે પહેલા સામાન્ય વરસાદી પાણીના ધોવાણના કારણે રોડની સાઈડનો મોટો ભાગ ધસી પડ્યો છે. ત્યારે રોડની આરસીસી દીવાલની કામગીરી અને રોડની સુરક્ષા માટે લગાવવામાં આવેલી ગાર્ડરેલ પણ જમીન ધસી પડતાં તૂટી-લટકી ગઈ છે. જેને લઈ સ્થાનિકોએ જણાવ્યું હતું કે રોડની સાઈડમાં યોગ્ય રીતે મજબૂતાઈનું કામ ન કરવામાં આવતાં વરસાદી પાણીના કારણે સાઈડ ધોવાઈ ગઈ છે. અને બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ માત્ર છ મહિનામાં જ રોડની સાઈડની આવી સ્થિતિ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આ રોડ છ મહિનામાં જ ધોવાઈ જાય તો તેની જવાબદારી કોની? રોડ બનાવતી વખતે ગુણવત્તાની ચકાસણી કોણે કરી હતી અને કામ પૂર્ણ થયા બાદ તેની દેખરેખ કોણે રાખી હતી? ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી રોડના રૂપિયાની રિકવરી કરી એજન્સીને બેલેક લિસ્ટ કરવા માટેની માંગ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#vadgam

સંબંધિત સમાચાર