વાવ- થરાદ જિલ્લાના વાવમાં ડી કંપનીના સોનાના દાગીના વેચવાના કારસ્તાનના થયેલા પર્દાફાશ બાદ પોલીસે તાબડતોબ સોના -ચાંદીના વેપારીઓની એક બેઠક બોલાવી ગેરકાયદે વ્યવસાય ન કરવાની તાકીદ કરી હતી. 'રખેવાળ' દૈનિકમાં વાવમાં ડી કંપનીના સોનાના દાગીના બનાવી અભણ અને ભોળી પ્રજા સાથે થતી છેતરપીંડી મુદ્દે ગઈકાલે વિગતવાર અહેવાલ પ્રસારીત થયો હતો.જેને ગંભીરતાથી લઈ વાવ પી.આઈ. એ.આર. ખત્રીએ આજે વાવ શહેરના સોની બજારમાં સોની એસોસિએશનના વેપારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ બજારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ ગ્રાહકોની સુરક્ષા અને વિશ્વાસ જાળવવાનો હતો. બેઠક દરમિયાન, ડુપ્લીકેટ સોના, 'ડી કંપની' ના સોના કે કોઈપણ પ્રકારના ચોરીના ઘરેણાંની ખરીદી કે વેચાણ ન કરવા અંગે સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી. અને સોની વેપારીઓને કાયદાનું પાલન કરીને વ્યવસાય કરવા અને શંકાસ્પદ વ્યવહારો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, દરેક દુકાનમાં ફરજિયાતપણે એક વ્યવહાર રજીસ્ટર રાખવા અને તેમાં સોના-ચાંદીના તમામ વ્યવહારોની નોંધ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સોની એસોસિએશનના વેપારીઓએ પણ પોલીસની આ સૂચનાઓને આવકારીને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.
વાવમાં ડી કંપનીના સોનાના દાગીના મુદ્દે પોલીસે વેપારીઓ સાથે બેઠક યોજી

સંબંધિત સમાચાર
વાવ-થરાદથરાદ પંથકમાં કેનાલ મોટર ચોરીના રેકેટનો પર્દાફાશ: 13 સબમર્શિબલ મોટર સાથે 7 આરોપીઓ ઝડપાયા
2 દિવસ પહેલા
વાવ-થરાદભાભરમાં અતિવૃષ્ટિથી તારાજી: મુખ્યમંત્રીને રાહત પેકેજ જાહેર કરવા આવેદનપત્ર આપ્યું
2 દિવસ પહેલા
વાવ-થરાદભાભરમાં વરસાદી માહોલ વચ્ચે માનસિક અસ્થિર યુવાન મળી આવ્યો, સુરક્ષા માટે અપના ઘર આશ્રમમાં ખસેડાયો
4 દિવસ પહેલા
વાવ-થરાદભાભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ખેતરો બેટમાં ફેરવાતા પાક બરબાદ, ખેડૂતો દ્વારા વળતરની માંગ
4 દિવસ પહેલા
