રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત5 જૂન, 2026| Super Admin

PM Modi Surat Visit: સુરત અને દમણને રૂ. 21,000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ

PM Modi Surat Visit: સુરત અને દમણને રૂ. 21,000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ

આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ડાયમંડ સિટી સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત માટે સોનાનો સૂરજ ઊગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે. પીએમ મોદી સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે L&T પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરો સાથે મુલાકાત બાદ પીએમ મોદી સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મેગા જાહેર સભાને સંબોધિત કરશે.

pm surat 01.gif 3.4 MB

ખાસ વાત એ છે કે પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી માત્ર ૨ કારના કાફલા સાથે પહોંચ્યા છે, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી કાઢી પર્યાવરણ બચાવવાનો મોટો સંદેશ આપ્યો છે. સુરત પોલીસ પણ આજે ઈ-બાઇક અને સાયકલનો ઉપયોગ કરતી જોવા મળી છે. આ જ કાર્યક્રમમાં પીએમ મોદી સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના ૭ જિલ્લાઓ માટે અંદાજીત રૂ. 18,778 કરોડના ૨૪ વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે.

pm surat 02.gif 5.36 MB

સુરતના કાર્યક્રમો પૂર્ણ કરીને સાંજે ૬:૧૫ વાગ્યે વડાપ્રધાન સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે. દમણ ખાતે પીએમ મોદીના હસ્તે રૂ. ૩૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાત અને દમણને મળનારી આ કરોડોની ભેટથી પ્રદેશના વિકાસને નવી ગતિ મળશે. મિત્રો, પીએમ મોદીના આ પ્રવાસ અને હર્ષ સંઘવીની સાયકલ રેલી અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂર જણાવો. ગુજરાતના તમામ મોટા રાજકીય અને પ્રાદેશિક સમાચાર માટે વીડિયોને લાઈક-શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. ધન્યવાદ!

સંબંધિત સમાચાર